ચીનને રાજનાથની ચેતવણી,ભારતને કોઈ ધમકી ન આપે

16 October, 2014 11:52 AM IST  | 

ચીનને રાજનાથની ચેતવણી,ભારતને કોઈ ધમકી ન આપે


નવી દિલ્હી,તા.16 ઓકટોબર

આ પહેલા ચીને અરૂણાચલ પ્રદેશમાં મેકમહોન રેખા સાથે માર્ગ બનાવવાની યોજના પર કડક પ્રતિક્રિયા આપી હતી. તેમણે એવુ પણ કહ્યુ હતુ કે અંતિમ ચરણમાં સીમા વિવાદ ઉકેલાઈ જાય ત્યાં સુધી ભારત સ્થિતિ જટીલ બને તેવી કોઈપણ કાર્યવાહી નહી કરે.

ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા હાંગ લીએ મીડિયા બ્રિફિંગમાં બુધવારે કહ્યુ હતુ કે ભારત અને ચીન વચ્ચે સીમા વિવાદ ઘણા સમયથી ચાલી રહ્યો છે. બંને દેશોએ યોગ્ય ઉકેલ દ્વારા આ મુદ્દાનુ નિવારણ લાવવુ જોઈએ.તેમણે કહ્યુ કે આપણે સંયુક્ત રીતે શાંતિ અને સૌહાર્દ સાથે સીમા વિસ્તાકની રક્ષા કરતા વિવાદને ઉકેલવા અનુકૂળ પરિસ્થિતિ ઉભી કરવી જોઈએ.

હાંગ લી ભારતીય વિદેશ મંત્રી કિરણ રિજીજૂકેના નિવેદન પર પ્રતિક્રિયા આપતા બોલ્યા હતા કે ભારતની યોજના આંતરરાષ્ટ્રીય સીમા સાથે તવાંગમાં માગો-થિગ્બૂથી લઈને અરૂણાચલના ચાંગલાંગ જિલ્લાના વિજયનગર સુધી માર્ગ દ્વારા નેટવર્ક બનાવવાની છે.ભારતે આ યોજના ચીનના તિબેટમાં માર્ગ,રેલ્વે અને હવાઈ નેટવર્કના વિસ્તાર બાદ બનાવી છે.ચીનના તિબેટ વિસ્તારમાં પાંચ નવા એરપોર્ટ પણ તૈયાર છે.આટલુ,જ નહી રેલ નેટવર્ક સિક્કિમની સીમા સુધી પહોચ્યુ છે.

અરૂણાચલને વિવાદિત માને છે ચીન

ચીનના અરૂણાચલથી સટે નિંગચી સુધી એક નવુ રેલ નેટવર્ક બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી.આ દાવો કરી રહેલા અરૂણાચલ પ્રદેશ,દક્ષિણી તિબેટ અને વિવાદીત મૈકમોહન રેખાનો હિસ્સો છે.સીમા વિવાદને ઉકેલવા માટે બંને દેશોમા અનેક વાતો થઈ ચૂકી છે.ગયા મહિને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને ભારતના વડાપ્રધાન મોદી વચ્ચે આ મુદ્દે વાત થઈ હતી.