પાકિસ્તાનને રાજનાથની ચેતવણી: જરૂર પડશે તો પરમાણુ હથિયારનો ઉપયોગ કરીશું

17 August, 2019 08:28 AM IST  | 

પાકિસ્તાનને રાજનાથની ચેતવણી: જરૂર પડશે તો પરમાણુ હથિયારનો ઉપયોગ કરીશું

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે શુક્રવારે આશા વ્યક્ત કરી છે કે ભારત, રશિયા, ચીન અને મધ્ય એશિયાના અન્ય દેશો વચ્ચેનો સહયોગ આગામી દિવસોમાં વધુ મજબૂત બનશે. તેમણે એવી પણ આશા વ્યક્ત કરી છે કે આ દેશો પરસ્પર સહકારથી વૈશ્વિક ખતરાનો સામનો કરવામાં સમર્થ હશે. રાજનાથ સિંહ જેસલમેરમાં પાંચમી આંતરરાષ્ટ્રીય આર્મી સ્કાઉટ માસ્ટર્સ સ્પર્ધાના સમાપન સમારોહને સંબોધન કરી રહ્યા હતા. ભારત સાથે રશિયા, ચીન, આર્મેનિયા, બેલારસ, કઝાકિસ્તાન, સુદાન અને ઉઝબેકિસ્તાનની ટીમોએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો.

રાજનાથ સિંહે તેમના સંબોધનમાં કહ્યું કે ‘મને વિશ્વાસ છે કે આવનારા સમયમાં અમારો અને તમારો સહકાર વધુ દૃઢ બનશે અને આપણે પારસ્પરિક સહયોગને વધારીને વધુ વિકાસ કરીશું. પરસ્પર સહયોગ વધારીને આપણે વિશ્વના મુશ્કેલ પડકાર અને ખતરાનો સામનો કરી શકીશું. વળી ભવિષ્યમાં આપણને પરસ્પર સંબંધો વધારવાની વધુ તક મળશે. આવા આયોજનથી દેશોના પરસ્પર સંબંધો વધુ ગહન બનશે. આ સ્પર્ધામાં ભાગ લેનારા તમામ દેશો સાથે અમારા પહેલાંથી મૈત્રીપૂર્ણ સંબંધો રહ્યા છે.’

સિંહે કહ્યું કે ‘ભારત પણ લાંબા સમયથી રશિયા સાથે ખૂબ ઊંડાણપૂર્વક્ના વ્યૂહાત્મક સંબંધ ધરાવે છે. એ જ સમયે અમે ચીન સાથેના દ્વિપક્ષીય કવાયતમાં ભાગ લઈએ છીએ, જે આપણને એકબીજા વિશે વધુ સારી રીતે સમજવામાં ઘણી મદદ કરે છે.’

rajnath singh