Corona Vaccine: વિપક્ષના પ્રશ્નો પર રાજનાથ સિંહનો જવાબ, કહ્યું આ...

17 January, 2021 11:54 AM IST  |  Mumbai | Mumbai correspondent

Corona Vaccine: વિપક્ષના પ્રશ્નો પર રાજનાથ સિંહનો જવાબ, કહ્યું આ...

Corona Vaccine: વિપક્ષના પ્રશ્નો પર રાજનાથ સિંહનો જવાબ, કહ્યું આ...

કોરોના વાયરસ સામે લડવા માટે ભારતમાં 16 જાન્યુઆરીથી વેક્સીનેશન અભિયાન શરૂ કરી દેવામાં આવ્યું છે અને પહેલા જ દિવસે દેશમાં લગભગ 1.91 લાખ લોકોએ રસી મૂકાવી. આ દરમિયાન વિપક્ષ નેતાઓ સતત પ્રશ્નો ઉઠાવી રહ્યા છે કે મોદી સરકારના મંત્રી ક્યારે રસી મૂકાવશે. આ પ્રશ્નનો જવાબ રક્ષા મંત્રી રાજનાથ સિંહે આપી દીધો છે.

મોદી સરકારના મંત્રીઓને ક્યારે મૂકાશે રસી?
રાજનાથ સિંહે એક ટીવી ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં કોરોના વેક્સીનેશનને લઈને સ્પષ્ટતાથી વાત કરી છે. આ દરમિયાન મોદી સરકારના મંત્રીઓના વેક્સીનેશનને લઈને ઉઠેલા પ્રશ્નો પર તેમણે કહ્યું, "જ્યાં સુધી અમને રસી મૂકાવાનો પ્રશ્ન છે. હું સમજું છું કે જ્યારે ફ્રન્ટલાઇન વૉરિયર્સને વેક્સીન મૂકાવાનું કામ પૂરું થઈ જશે. તેના પછી 50 વર્ષથી વધુની ઉંમરના લોકોને રસી મૂકવામાં આવશે અને તે સમયે અમે, રાજનૈતિક ક્ષેત્રોમાં કામ કરનારા લોકો પણ વેક્સીન મૂકાવશું."

જનતાને વૈજ્ઞાનિક અને ડૉક્ટર્સ પર છે વિશ્વાસ- રાજનાથ સિંહ
ઇન્ટરવ્યૂ દરમિયાન રાજનાથ સિંહને પૂછવામાં આવ્યું કે વિશ્વના કેટલાય દેશોમાં મોટા નેતાઓ વેક્સીન મૂકાવી રહ્યા છે, પણ ભારતમાં એવું નથી. તમને લાગે છે કે વેક્સીન પ્રત્યે લોકોનો વિશ્વાસ વધારવા માટે આપણા દેશનાં નેતાઓએ વેક્સીન મૂકાવવી જોઇએ? આ અંગે રાજનાથ સિંહે કહ્યું કે, "ના, હું સમજું છું કે દેશમાં વેક્સીનનું અંતિમ ટ્રાયલ થઈ ચૂક્યું છે અને જનતા આને આ રીતે નહીં લે. જનતાને દેશના વૈજ્ઞાનિકો અને ડૉક્ટરો પર વિશ્વાસ છે અને અમે લોકો પણ જનતાને આશ્વસ્ત કરી રહ્યા છીએ."

વિપક્ષે ઉઠાવ્યો હતો નેતાઓના વેક્સીન ન મૂકાવવા પર પ્રશ્ન
કૉંગ્રેસ નેતા મનીષ તિવારીએ શનિવારે કોરોના વેક્સીન પર પ્રશ્ન ઉઠાવતા પૂછ્યું હતું કે સરકારના મંત્રીઓએ કોરોના વેક્સીન કેમ નથી મૂકાવી, જ્યારે વિદેશોમાં તો સૌથી પહેલા રાષ્ટ્ર પ્રમુખોએ જ કોરોના વેક્સીન મૂકાવી છે.

પહેલા દિવસે વેક્સીનેશનનું ટારગેટ પૂરું થઈ શક્યું નહીં
સ્વાસ્થ્ય મંત્રાલય પ્રમાણે દેશમાં શનિવારે (16 જાન્યુઆરી)ના રસીકરણ અભિયાનની શરૂઆતના પહેલા દિવસે 1.91 લાખ લોકોએ કોરોના વેક્સીન મૂકાવી. જો કે, સરકાર પહેલા દિવસે ટારગેટ પૂરા કરવામાં સફળ રહી નહીં. મંત્રાલયના અધિકારીઓ પ્રમાણે સરકારે પહેલા દિવસે 3 લાખ લોકોને રસી મૂકવાનું લક્ષ્ય આંક્યું હતું.

national news coronavirus covid19 rajnath singh