વિજયાદશમી પર ભારતને મળ્યું પહેલું રાફેલ...

08 October, 2019 06:16 PM IST  |  મુંબઈ

વિજયાદશમી પર ભારતને મળ્યું પહેલું રાફેલ...

ભારતને મળ્યું પહેલું રાફેલ વિમાન

આખરે ભારતને પહેલું રાફેલ વિમાન મળી ગયું છે. ભારતમાં આજે વિજયાદશમીનું પર્વ છે એટલે કે અસત્ય પર સત્યનો વિજયનું પર્વ. આજે 87મો વાયુસેના દિવસ છે અને ત્યારે જ દેશને રાફેલ મળ્યું છે. રાફેલ એક ફ્રેન્ચ શબ્દ છે, જેનો અર્થ આંધી થાય છે.

રાફેલ વિમાન મળ્યા બાદ રાજનાથ સિંહે કહ્યું કે, મને ખુશી છે કે રાફેલની ડિલિવરી સમયસર થઈ રહી છે. અમારું લક્ષ્ય વાયુસેનાની ક્ષમતા વધારવા પર છે. મને આશા છે કે તમામ રાફેલ વિમાનની નક્કી કરેલી સમય સીમા પર ડિલિવર થઈ જાશે. એના માટે ફ્રાન્સનો આભારી છું. થોડી વાર હું રાફેલ વિમાન માટે ઉડાન ભરશે, જે એક સન્માનની વાત છે.


ફ્રાંસની રાજધાની પેરિસ પહોંચ્યા બાદ રક્ષામંત્રી રાજનાથ સિંહે ટ્વીટ કરીને કહ્યું કે ફ્રાન્સ પહોંચીને ખુશ છું. આ દેશ ભારતનો મહત્વનો ભાગીદાર છે. તેમણે લખ્યું કે ફ્રાન્સની સાથે અમારો આ ખાસ સંબંધ ખૂબ જ ઉંડો છે. ફ્રાન્સની મારી યાત્રાનો ઉદેશ બંને દેશો વચ્ચેની ભાગીદારીનો વિસ્તાર કરવાનો છે.

rafale deal national news