રાજીવ ગાંધીની હત્યાના દોષીઓની મુક્તિ વિરુદ્ધ SCમાં જશે કૉંગ્રેસ, દાખલ કરશે અરજી

21 November, 2022 08:13 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

કૉંગ્રેસે રાજીવ ગાંધીના હત્યારાઓની મુક્તિના દસ દિવસ બાદ નિર્ણયને સુપ્રીમ કૉર્ટમાં પડકારવાનો નિર્ણય લીધો છે. નોંધનીય છે કે કૉંગ્રેસે પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીના હત્યારાની મુક્તિને દુર્ભાગ્યપૂર્ણ અને અસ્વીકાર્ય જાહેર કર્યા હતા.

પ્રતીકાત્મક તસવીર

કૉંગ્રેસ (Congress) પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીની (Former Prime Minister Rajiv Gandhi Murder Case) હત્યાના દોષીઓની મુક્તિ વિરુદ્ધ સુપ્રીમ કૉર્ટનો (Supreme Court) દરવાજો ખખડાવશે. કૉંગ્રેસ (Congress) તરફથી ટૂંક સમયમાં જ પુનર્વિચાર અરજી દાખલ કરવામાં આવશે. કૉંગ્રેસે કહ્યું છે કે તે રાજીવ ગાંધી હત્યાકાંડના દોષીઓની મુક્તિને પડકારતા એક નવી સમીક્ષાની અરજી નોંધાવશે. કૉંગ્રેસે રાજીવ ગાંધીના હત્યારાઓની મુક્તિના દસ દિવસ બાદ નિર્ણયને સુપ્રીમ કૉર્ટમાં પડકારવાનો નિર્ણય લીધો છે. નોંધનીય છે કે કૉંગ્રેસે પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીના હત્યારાની મુક્તિને દુર્ભાગ્યપૂર્ણ અને અસ્વીકાર્ય જાહેર કર્યા હતા.

આ પહેલા તામિલનાડુની જેલમાંથી એક મહિલા સહિત છ લોકોની મુક્તિ બાદ કેન્દ્રેએ પણ શુક્રવારે (19 નવેમ્બર)ના સુપ્રીમ કૉર્ટમાં એક અરજી દાખલ કરી આદેશની સમીક્ષા કરવા કહ્યું હતું. કેન્દ્રએ તર્ક આપ્યો કે પર્યાપ્ત સુનાવણી વિના દોષીઓની મુક્તિને સ્વીકૃતિ આપવામાં આવી છે, જેને કારણે ન્યાયના સિદ્ધાંતોનું સ્પષ્ટરીતે ઉલ્લંઘન થયું છે. કેન્દ્ર સરકારે કહ્યું હતું કે સુપ્રીમ કૉર્ટે આ મામલે જોડાયેલા અન્ય પક્ષોને સાંભળ્યા વગર જ દોષીઓની સમય પહેલા જ મુક્તિનો નિર્ણય આપી દીધો.

આ પણ વાંચો : રાજીવ ગાંધી હત્યાકાંડમાં મારી કોઈ ભૂમિકા નહોતી : નલિની શ્રીહરન

સોનિયાએ સજા ઘટાડવાનું કર્યો હતું સમર્થન
નોંધનીય છે કે પૂર્વ કૉંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી (Sonia Gandhi) અને દિવંગત રાજીવ ગાંધીની પત્નીએ ચાર દોષીઓની મોતની સજાને ઘટાડવાનું સમર્થન કર્યું. એટલું જ નહીં તેમની દીકરી પ્રિયંકા ગાંધી વાડ્રાએ પણ રાજીવ ગાંધી હત્યાના આરોપી સાથે મુલાકાત કરી હતી અને તેને માફ કરી દીધા હતા. જો કે, પાર્ટી નેતૃત્વએ ગાંધી પરિવાર સાથે અસહેમતિ વ્યક્ત કરી અને આકરી પ્રતિક્રિયા આપી છે. કૉંગ્રેસે કહ્યું હતું કે પૂર્વ પીએમ રાજીવ ગાંધીના અન્ય હત્યારાઓની મુક્તિનો નિર્ણય સંપૂર્ણ રીતે અસ્વીકાર્ય અને ખોટો છે.

supreme court national news rajiv gandhi congress