મનમોહનસિંહે 3 વાર કરાવી હતી સર્જિકલ સ્ટ્રાઈક: રાહુલ ગાંધી

28 December, 2018 04:13 PM IST  | 

મનમોહનસિંહે 3 વાર કરાવી હતી સર્જિકલ સ્ટ્રાઈક: રાહુલ ગાંધી

રાહુલ ગાંધીએ ફરી એકવાર સર્જિકલ સ્ટ્રાઈક મામલે વડાપ્રધાન મોદી પર નિશાન સાધ્યું છે. વડાપ્રધાન મોદી પર પ્રહાર કરવા દરમિયાન રાહુલ ગાંધીએ મનમોહનસિંહના કાર્યકાળમાં પણ સર્જિકલ સ્ટ્રાઈક થઈ હોવાનો દાવો કર્યો. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ઉદયપુરમાં કહ્યું કે, 'માત્ર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જ માત્ર સર્જિકલ સ્ટ્રાઈક નથી કરી, મનમોહન સિંહે પણ તેમના કાર્યકાળમાં 3 સર્જિકલ સ્ટ્રાઈક કરાવી હતી. નરેન્દ્ર મોદીએ સર્જિકલ સ્ટ્રાઈકનો શ્રેય લેવાથી તે રાજનીતિક ચર્ચાનું કારણ બન્યું છે, જ્યારે આ નિર્ણય સેનાએ લીધો હતો.' રાહુલ ગાંધી ઉદયપુરમાં કેટલાક પ્રોફેશનલ્સને મળ્યા હતાં ત્યારે તેમને જવાબ આપતા જણાવ્યું હતું.

એક સવાલના જવાબમાં જવાબ આપતા કહ્યું હતું કે, 'શું તમને ખબર છે મનમોહન સિંહે પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જેમ ત્રણવાર સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી ?' પૂર્વ પીએમ મનમોહન સિંહને સેનાએ આવીને સ્ટ્રાઈક કરવા કહ્યું હતું. સાથે કોઈ કારણોસર આ સર્જિકલ સ્ટ્રાઈકને ગુપ્ત રાખવા કહ્યું હતું. પીએમ નરેન્દ્ર મોદીએ આ સર્જિકલ સ્ટ્રાઈકને રાજનીતિક હથિયાર બનાવી લીધુ છે.'

રાહુલે કહ્યું હતું કે, 'ખરેખર સેના સર્જિકલ સ્ટ્રાઈકને ગુપ્ત રાખવામાં માંગતી હતી, જ્યારે પીએમ મોદીએ તેને જાહેર કરી. ઉતર પ્રદેશ ચૂંટણી વખતે હાર વખતે નરેન્દ્ર મોદીએ હારની બીકથી સેનાની કાર્યવાહીને રાજકીય હથિયારની જેમ ઉપયોગ કર્યો હતો.'

'મોદીને લાગે છે કે દુનિયાનું બઘુ જ્ઞાન એમની પાસે છે'

રાહુલ ગાંધીએ કહ્યું હતું કે અમે સેનાની મનની વાતને સમજીએ છીએ જ્યારે પીએમને લાગે છે કે તે સેના કરતા વધારે જાણે છે કે શું કરવું, શું ન કરવું. એમને વિશ્વાસ થઈ ગયો છે કે પૂરી દુનિયાનું જ્ઞાન તેમની પાસે જ છે અને બીજા લોકોને કઈ ખબર નથી.

manmohan singh rahul gandhi national news