મુખ્ય પ્રધાને રાજ્યપાલને વિધાનસભાનું સત્ર બોલાવવા પ્રસ્તાવ મોકલ્યો

27 July, 2020 03:18 PM IST  |  Mumbai Desk | Agencies

મુખ્ય પ્રધાને રાજ્યપાલને વિધાનસભાનું સત્ર બોલાવવા પ્રસ્તાવ મોકલ્યો

અશોક ગેહલોત

રાજસ્થાનમાં ચાલી રહેલા રાજકીય સંકટમાં સતત ઊથલપાથલ જોવા મળી રહી છે. આ બધા વચ્ચે અશોક ગેહલોત સરકારે વિધાનસભા સત્ર બોલાવવાને લઈને નવો પ્રસ્તાવ રાજ્યપાલ કલરાજ મિશ્રાને મોકલ્યો છે. મળતી માહિતી મુજબ આ પ્રસ્તાવમાં ૩૧ જુલાઈથી વિધાનસભા સત્ર બોલાવવાની વાત કરાઈ છે. નવા પ્રસ્તાવમાં ફ્લોર ટેસ્ટને લઈને કોઈ ઉલ્લેખ નથી કરાયો. તેમાં કોરોના વાઇરસની સ્થિતિ પર ચર્ચા કરવાની વાત કરાઈ છે. કોરોનાની સાથે સાથે અન્ય બિલો ઉપર પણ ચર્ચાનો ઉલ્લેખ કરાયો છે.
ગેહલોત પ્રધાનમંડળે શનિવારે રાજ્યપાલને મોકલવામાં આવનારા સંશોધિત પ્રસ્તાવને મંજૂરી આપી ત્યારબાદ રવિવારે આ પ્રસ્તાવ રાજ્યપાલને મોકલવામાં આવ્યો. નવા પ્રસ્તાવમાં કોરોના વાઇરસની સ્થિતિ પર ચર્ચા કરવાની વાત કરાઈ છે. જેમાં બહુમત પરીક્ષણનો મુદ્દો નથી. મુખ્ય પ્રધાને પ્રસ્તાવમાં કહ્યું છે કે ૩૧ જુલાઈથી વિધાનસભા સત્ર બોલાવવામાં આવે. આ અગાઉ વિધાનસભા સત્રની માગણીને લઈને કૉન્ગ્રેસ ધારાસભ્યોએ પ્રદર્શન પણ કર્યું હતું. શુક્રવારે રાજ ભવનની લોનમાં કૉન્ગ્રેસના ધારાસભ્યોએ પ્રદર્શન કર્યુ હતું. રાજ ભવનમાં થયેલા પ્રદર્શનને લઈને રાજ્યપાલ કલરાજ
મિશ્રાએ રાજ્ય સરકાર પાસે છ પૉઇન્ટ પર શુક્રવારે સ્પષ્ટીકરણ માગ્યું હતું.
ત્યારબાદ શનિવારે સીએમ નિવાસસ્થાન પર મંત્રી પરિષદની બેઠક થઈ જેમાં આ પૉઇન્ટ્સ પર ચર્ચા કરાઈ. ત્યારબાદ સંશોધિત પ્રસ્તાવને મંજૂર કરાયો. વિચારવિમર્શ બાદ તમામ કાનૂની પ્રક્રિયાઓ અને જોગવાઈઓને ધ્યાનમાં રાખતા સુધારા-પ્રસ્તાવ તૈયાર થયો જેને કૅબિનેટની મંજૂરી ળી. હવે સરકાર તરફથી આ પ્રસ્તાવ રાજ્યપાલને મોકલવામાં આવ્યો છે.

rajasthan national news