08 March, 2024 12:42 PM IST | Rajasthan | Gujarati Mid-day Online Correspondent
હત્યાની પ્રતીકાત્મક તસવીર
રાજસ્થાનના બારા જિલ્લામાંથી એક ચોંકાવનાર સમાચાર (Rajasthan Crime) સામે આવી રહ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર એક વ્યક્તિને બે મિત્રોએ ઑરલ સેકસ માટે ઉપસાવ્યો હતો. પરંતુ તે વ્યક્તિએ ઑરલ સેકસનો ઇનકાર કરી દીધો હતો. ઇનકાર કરવા બદલ તેના બે મિત્રો દ્વારા 40 વર્ષીય વ્યક્તિની કરપીણ હત્યા કરી નાખવામાં આવી છે.
આરોપીની ધરપકડ કરી તપાસ શરૂ
પ્રાપ્ત માહિતી અનુસાર પોલીસે એક આરોપીની ધરપકડ (Rajasthan Crime) પણ કરી લીધી છે. જ્યારે બીજા આરોપી મિત્રએ પકડાઈ જવાના ડરથી ઝેરી પદાર્થ ખાઈ લીધો હતો. તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. સુરેન્દ્ર હાલ ભલે હોસ્પિટલમાં સારવાર હેઠળ હોય પરંતુ તે સ્વસ્થ થતાં જ તેની ધરપકડ પણ કરવામાં આવશે. આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ઓમ પ્રકાશ બૈરવા 26 ફેબ્રુઆરીના રોજ બારન શહેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. જ્યારે આ કેસની તપાસ અને પૂછપરછના કરવામાં આવી ત્યારે માલૂમ પડ્યું કે બે આરોપીઓ મુરલીધર પ્રજાપતિ (32) અને સુરેન્દ્ર યાદવ આ બંને આરોપી બારા શહેર (Rajasthan Crime)ના રહેવાસી છે. પ્રજાપતિની ધરપકડ કરવામાં આવી છે. ચૌધરીએ જણાવ્યું હતું કે પોલીસની પ્રાથમિક પૂછપરછ દરમિયાન પ્રજાપતિએ હત્યાની કબૂલાત કરી હતી.
દારૂના નશામાં હતા બંને આરોપી
પ્રાપ્ત માહિતી અનુસાર અહેવાલ અનુસાર આ હત્યા થઈ ત્યારે મુરલીધર પ્રજાપતિ, સુરેન્દ્ર યાદવ અને મૃતક ઓમ પ્રકાશ બૈરવાએ સાથે મળીને દારૂ પીધો હતો અને નજીકના ગામમાં પ્રજાપતિની બહેનને મળવા ગયા હતા. પરત ફરતી વખતે પ્રજાપતિ અને યાદવે બૈરવને ઑરલ સેક્સ કરવા દબાણ કર્યું.
ત્રણેય નશામાં ધૂત હતા અને ત્યારબાદ તેઑ નશાની હાલતમાં જ ગામ (Rajasthan Crime)માં આવ્યા હતા. પરત ફરતી વખતે મુરલીધર પ્રજાપતિ અને સુરેન્દ્ર યાદવ આ બંને શખ્સોએ ઓમ પ્રકાશ બૈરવા પર ઑરલ સેક્સ કરવા માટે દબાણ કર્યું હતું.
પરંતુ ઓમ પ્રકાશે આ બંને મિત્ર દ્વારા દબાણ કરવામાં આવેલાં ઑરલ સેકસ માટે ઇનકાર કરી દીધો હતો. જે બાદ બંનેએ મળીને ઓમપ્રકાશને માર માર્યો હતો. આ બંને નરાધમોએ ૐ પ્રકાશને એવો માર માર્યો કે જેના કારણે ઓમપ્રકાશનું મોત થયું હતું. ત્યારબાદ બંનેએ મળીને તેની લાશને સૂકા તળાવમાં ફેંકી દીધી હતી.
લાશને ફેંકી દીધી તળાવમાં
પ્રાપ્ત અહેવાલો અનુસાર આ 40 વર્ષીય વ્યક્તિની હત્યા કરવામાં આવી ત્યારબાદ લાશને એક તળાવમાં ફેંકી દેવામાં આવી (Rajasthan Crime) હતી. બારા શહેર પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ રામ વિલાસે જણાવ્યું કે મુરલીધર પ્રજાપતિ રોડ કિનારે ઢાબા ચલાવીને પોતાનું ગુજરાન ચલાવે છે જ્યારે અન્ય આરોપી રોજીરોટી મજૂર છે.