રાજસ્થાનનું પરિણામઃકોંગ્રેસ કરી રહી છે કમબેક, ભાજપ પાછળ

26 December, 2018 02:59 PM IST  | 

રાજસ્થાનનું પરિણામઃકોંગ્રેસ કરી રહી છે કમબેક, ભાજપ પાછળ

કોંગ્રેસ જીતી તો કોણ બનશે સીએમ ?

રાજસ્થાન વિધાનસભા ચૂંટણી પરિણામના રુઝાનમાં કોંગ્રેસ બહુમતના મેજિકલ ફિગરને પાર કરી ચૂકી છે. અને રાજ્યમાં કોંગ્રેસની સરકાર બને તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. રૂજાનમાં શરૂઆતથી જ આગળ રહેલી કોંગ્રેસ હાલ 114 બેઠકો પર આગળ ચાલી રહી છે. જ્યારે ભાજપ માત્ર 81 બેઠક પર લીડ મેળવી રહી છે. તો દિગ્ગજ નેતાઓમાં ઝાલરાપાટનથી વસુંધરા રાજે, ટોંકથી સચિન પાઈલટ, સરદારપુરાથી અશોક ગેહલોત લીડ કરી રહ્યા છે. હાલ ભાજપ સરકારના ગૃહપ્રધાન ગુલાબચંદ કટારિયા પાછળ ચાલી રહ્યા છે.

કોંગ્રેસની લીડ મામલે પૂર્વ સીએમ અશોક ગેહલોતે નિવેદન આપ્યું કે,'સીએમ મામલે હું કશું નહીં કહું, આ બધી રાહુલ ગાંધીની મહેનત છે.' અશોક ગેહલોત રાજ્યમાં કોંગ્રેસની જીતનો દાવો કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે 2013 વિધાનસભા ચૂંટણીમાં ભાજપ સૌથી મોટો પક્ષ બન્યો હતો. ભાજપે 163 બેઠકો જીતીને સરકાર બનાવી હતી. તો કોંગ્રેસ માત્ર 21 બેઠકો પર સમેટાઈ ગઈ હતી. 2013માં બસપાને 3, નેશનલ પીપલ્સ પાર્ટીને 4, નેશનલ યુનિયનિસ્ટ જમીનદારા પાર્ટીને 2 બેઠક મળી હતી. તો 7 બેઠકો પર અપક્ષ ઉમેદવાર જીત્યા હતા.

national news rajasthan vasundhara raje