રાજસ્થાનમાં મંદિરના ભૂમિપૂજન માટે ૧૧,૦૦૦ લિટર દૂધ-દહીંની નદી વહી

29 December, 2020 02:14 PM IST  |  Kota | Gujarati Mid-day Correspondent

રાજસ્થાનમાં મંદિરના ભૂમિપૂજન માટે ૧૧,૦૦૦ લિટર દૂધ-દહીંની નદી વહી

ઝાલાવાડ જિલ્લાના રતલાઈ પ્રાંતમાં શનિવારે દેવનારાયણ મંદિરનો ભૂમિપૂજન સમારોહ યોજાયો હતો, જેમાં મંદિરનિર્માણ માટે ખોદવામાં આવેલા ખાડા ફરતે મોટા કૅન લઈને લોકો એકઠા થયા હતા અને તેમણે કુલ ૧૧,૦૦૦ લિટર દૂધ, દહીં અને દેશી ઘી વહાવ્યાં હતાં.

મંદિરનિર્માણ સમિતિના પ્રવક્તા રામલાલ ગુજ્જરે જણાવ્યું હતું કે ‘ભગવાન દેવનારાયણ પ્રત્યેની શ્રદ્ધાસ્વરૂપે દેવનારાયણ મંદિરના ભૂમિપૂજન પ્રસંગે અમે ગુજ્જર સમુદાયના સભ્યો તથા અન્યો પાસેથી ૧૧,૦૦૦ લિટર દૂધ, દેશી ઘી અને દહીં એકઠું કર્યું હતું.’

૧૧,૦૦૦ લિટરમાંથી ૧૫૦૦ લિટર દહીં અને એક ક્વિન્ટલ દેશી ઘી હતું, જ્યારે બાકીનું દૂધ હતું અને આ તમામની કુલ કિંમત દોઢ લાખ રૂપિયા હતી.

શું આવા સમારોહમાં દૂધ વહાવવું એ ગુજ્જર સમુદાયની પરંપરા છે કે કેમ, એવા પ્રશ્નના જવાબ સ્વરૂપે રામલાલે જણાવ્યું હતું કે ‘એ ફરજિયાત નથી, ભૂતકાળમાં પણ કેટલીક વખત આમ થઈ ચૂક્યું છે.’

rajasthan national news