દિલ્હી અને આસપાસના ક્ષેત્રોમાં ઝાપટાં સાથે કરા વરસ્યા

07 January, 2021 03:25 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

દિલ્હી અને આસપાસના ક્ષેત્રોમાં ઝાપટાં સાથે કરા વરસ્યા

પ્રતીકાત્મક તસવીર

ગઈ કાલે દિલ્હી શહેર અને આસપાસના ક્ષેત્રોમાં વરસાદનાં ઝાપટાં પડવા સાથે કરા પણ પડ્યા હતા. સતત ચોથા દિવસે પાટનગરમાં સખત ઠંડી જોડે વરસાદ તથા કરા પડવાને કારણે હવામાનની સ્થિતિ કથળી હતી. લાંબા વખત સુધી લોકોનાં ઘરનાં છાપરાં અને બારીઓ પર ટપાટપ અવાજ ચાલતો હતો. ગઈ કાલે સવારે છ વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં દિલ્હી શહેરના વિવિધ વિસ્તારોમાં ૪ થી  ૧૧ મિલીમીટર વરસાદ નોંધાયો હોવાનું સફદરજંગ વેધશાળાના અધિકારીઓએ જણાવ્યું હતું. દિલ્હીનું લઘુતમ ઉષ્ણતામાન ગઈ કાલે ૧૩ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. ૧ જાન્યુઆરીએ એ શહેરનું લઘુતમ ઉષ્ણતામાન ૧.૧ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.

national news delhi news