રેલવે સ્ટેશન પર હવે હશે એરપોર્ટ જેવા નિયમો, નો ટિકિટ નો એન્ટ્રી

08 June, 2019 02:38 PM IST  |  ગાંધીનગર

રેલવે સ્ટેશન પર હવે હશે એરપોર્ટ જેવા નિયમો, નો ટિકિટ નો એન્ટ્રી

રેલવે સ્ટેશન પર હવે હશે એરપોર્ટ જેવા નિયમો, નો ટિકિટ નો એન્ટ્રી

ભારતીય રેલવે સિસ્ટમમાં મહત્વના ફેરફાર કરવા જઈ રહ્યું છે. રેલવે સ્ટેશન પર યાત્રિકોની ભીડ ઘટાડવા માટે અને તેમને નિયંત્રણમાં લાવવા માટે આ ફેરફારો કરવામાં આવી રહ્યા છે. દેશના રેલવે સ્ટેશન પર ખૂબ જ ભીડ રહે છે. જેના કારણે સુરક્ષાના સવાલો પણ ઉભા થાય છે. જેને કાબૂમાં લેવા માટે રેલવે અલગ-અલગ નુસખાઓ અપનાવી રહ્યું છે.

નો ટિકિટ, નો એન્ટ્રી
જેમ એરપોર્ટમાં પ્રવેશ કરતા પહેલા તમારી પાસે ટિકિટ હોવી જરૂરી છે એમ હવે રેલવે સ્ટેશન પર પણ અમલ થઈ શકે છે. જો તમારી પાસે ટિકિટ નહીં હોય તો તમને પ્લેટફોર્મ પર એન્ટ્રી જ નહીં મળે. આનાથી ફાયદો એ થશે કે જેમને મુસાફરી કરવાની હશે તે લોકો જ સ્ટેશન પર રહેશે એટલે તેમની સુરક્ષા કરવી આસાન બનશે.

ગાંધીનગરથી થશે શરૂઆત
રેલવે ટુંક જ સમયમાં આ પ્રોજેક્ટ શરૂ કરવાનું વિચારી રહ્યું છે. જેમાં ઓટોમેટિક ગેટ્સ ઈન્સ્ટોલ કરવામાં આવશે. જેથી મુસાફરો ટિકિટ વિના અંદર જ નહીં જઈ શકે. આ યોજનાની શરૂઆત ગાંધીનગર અને હબીબગંજથી કરવામાં આવશે. બાદના તબક્કામાં દિલ્હી અને મુંબઈના સ્ટેશનમાં પણ આ વ્યવસ્થા લાગૂ કરવામાં આવશે.

આ પણ વાંચોઃ પ્રવાસીઓ ભલે કંટાળે, પણ વેસ્ટર્ન રેલવેની ઑડિયો જાહેરાતે લાખોની કમાણી કરી

મહત્વનું છે કે રેલવેના આધુનિકીકરણ માટે અને મુસાફરોની સુવિધા વધારવા માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મુસાફરોનો પ્રવાસ આરામદાયક રહે તે માટે પણ રેલવે પ્રયાસ કરી રહ્યું છે સાથે તેમની સુરક્ષાનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. રેલવે મુસાફરોની સુરક્ષાને પ્રથામિકતા આપી રહ્યું છે. જેને લઈને અનેક મોટા નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. રેલવે સ્ટેશન પર ધીમે ધીમે એરપોર્ટની જેમ લગેજ સ્કેન કરવાના મશીન પણ મુકાઈ રહ્યા છે. સાથે જ હવે રેલવે સ્ટેશન પર સિંગલ એન્ટ્રી અને સિંગર એક્ઝિટની પ્રથા પણ અમલમાં મુકાઈ શકે છે. જેથી સુરક્ષા વ્યવસ્થા જળવાઈ રહે.