Railway: ટિકિટ બુક કરાવતી વખતે આ માહિતી આપવી જરૂરી, ફોર્મમાં ફેરફાર

06 June, 2020 02:20 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

Railway: ટિકિટ બુક કરાવતી વખતે આ માહિતી આપવી જરૂરી, ફોર્મમાં ફેરફાર

ભારતીય રેલ્વે

કોરોના સંકટના આ સમયમાં દેશવાસીઓને એકથી બીજી જગ્યાએ પહોંચાડવા માટે રેલ્વે તમામ સાવચેતીઓ સાથે કામ કરવા લાગ્યું છે. ભારતીય રેલવે જુદાં જુદાં માર્ગો પર ટ્રેનો દોડાવી રહ્યું છે. રેલ્વેએ સમયની જરૂરિયાત સમજીને તમામ પ્રકારના ફેરફાર કર્યા છે. આ અંગે રિઝર્વેશન ફૉર્મમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. આનો મૂળ હેતુ દરેક પ્રવાસી વિશે વધારેમાં વધારે માહિતી મેળવવાનો છે જેથી જરૂર પડે ત્યારે પ્રવાસીઓ સાથે સરળતાથી સંપર્ક કરી શકાય.

હવે ટિકિટ બુક કરાવવા માટે આ માહિતી આપવી જરૂરી
જો તમે ઘણાં સમયથી આઇઆરસીટીસી અકાઉન્ટમાં લૉગ-ઇન નથી કર્યું તો તમારી માટે એ જાણવું મહત્વનું છે કે લૉગ-ઇન કરતી વખતે તમારા મોબાઇલ નંબર અને ઇમેલ આઈડી વેરિફાઇ કરાવવા માટે કહેવામાં આવી શકે છે. સાથે જ મોબાઇલ નંબર અને ઇમેલ આઇડી પહેલાથી વેરિફાઇ ન હોવાની સ્થિતિમાં તમારે એમ કરવામ માટે કહેવામાં આવી શકે છે.

હવે વાત કરીએ ટિકિટ બુકિંગના ફૉર્મની
રેલવે ટિકિટ બુકિંગના ફૉર્મમાં કેટલાક જરૂરી ફેરફારો કરવામાં આવ્યા છે, જે ઑનલાઇન બુકિંગની સાથે સાથે કાઉન્ટર પરથી બુકિંગ કરાવવા પર પણ લાગૂ પાડવામાં આવશે. હવે તમારે ટિકિટ રિઝર્વ કરાવતી વખતે ગંતવ્ય સાથે જોડાયેલ સંપૂર્ણ સરનામું ભરવાનું રહેશે. આને હેતૂ જરૂરિયાત પડવા પર પ્રવાસીના કોન્ટેક્ટ ટ્રેસિંગને સરળ બનાવવાનો છે.

ટિકિટ બુક કરાવતી વખતે આખું નામ લખવું જરૂરી
આની સાથે જ IRCTCથી ટિકિટ બુક કરાવતી વખતે પ્રવાસીનું આખું નામ લખવા માટે કહેવામાં આવી રહ્યું છે. ઉદાહરણ માટે લોકો પહેલા ફક્ત પહેલો અક્ષર અને ઉપનામ લખીને ટિકિટ બુક કરી લેતા હતા. જોકે, કાઉન્ટર પરથી ટિકિટ બુક કરાવતી વખતે આખું નામ લખવું જરૂરી હતું. હવે આને ઑનલાઇન બુકિંગ માટે પણ ફરજિયાત કરી દેવામાં આવ્યું છે.

national news indian railways