15 એપ્રિલે લૉકડાઉન સમાપ્ત થશે? રેલવેએ તૈયારીઓ શરૂ કરી દીધી છે

05 April, 2020 09:33 AM IST  |  New Delhi | Agencies

15 એપ્રિલે લૉકડાઉન સમાપ્ત થશે? રેલવેએ તૈયારીઓ શરૂ કરી દીધી છે

રેલવે સ્ટેશન

રેલવેએ કોરોના વાઇરસને કારણે મુસાફર ટ્રેનોને ૨૧ દિવસ સુધી અટકાવી દીધી છે. ૧૫ એપ્રિલથી તમામ સેવાઓ ધમધમતી કરી દેવાનો નિર્ણય કર્યો છે અને આ માટે તમામ તૈયારીઓ શરૂ કરી દીધી છે. રેલવેએ તમામ સુરક્ષા-કર્મચારીઓ, સ્ટાફ, ગાર્ડ તેમ જ બીજા અધિકારીઓને ૧૫ એપ્રિલથી પોતપોતાના કાર્યસ્થળ પર આવી જવાનું કહ્યું છે. ટ્રેનોને લીલી ઝંડી તો સરકાર કહેશે ત્યારે જ મળશે.

હાલમાં રેલવેની સાથે-સાથે તમામ પ્રાઇવેટ ટ્રેનોએ ઍડ્વાન્સ બુકિંગ શરૂ કરી દીધું છે. ૮૦ ટકા ટ્રેન ચાલતી થઈ જશે એવી શક્યતાઓ સેવાઈ રહી છે. જેમાં રાજધાની, શતાબ્દી, દુરન્તો ટ્રેનનો સમાવેશ થાય છે. સ્થાનિક ટ્રેનોની સેવાઓ ચાલુ થઈ શકે છે.

ઉત્તર રેલવેના પ્રવક્તાએ કહ્યું કે ૧૫ એપ્રિલ ૨૦૨૦ના રોજ મેલ-એક્સપ્રેસ સાથે તમામ પ્રકારની પેસેન્જર ટ્રેન પોતપોતાના સમયે ચાલવા લાગશે જેમાં ઈએમયુ, મેમુ, ડીએમયુ તમામ પ્રકારની ગાડીઓનો સમાવેશ થાય છે. ગાડીઓ શરૂ થાય એ પહેલાં ટેક્નિકલ તપાસ કર્યા પછી તમામ ટ્રેનોને સૅનિટાઇઝ કરવામાં આવશે.

indian railways national news coronavirus covid19