રાજીનામું આપવાની જીદ પર રાહુલ ગાંધી, મનાવવાના પ્રયાસો ચાલુ

28 May, 2019 02:58 PM IST  |  નવી દિલ્હી

રાજીનામું આપવાની જીદ પર રાહુલ ગાંધી, મનાવવાના પ્રયાસો ચાલુ

રાહુલ ગાંધી આપશે રાજીનામું!

લોકસભાના પરિણામો બાદ કોંગ્રેસમાં કદાચ બધું ઠીકઠાક નથી ચાલી રહ્યું. સૂત્રોનું માનીએ તો રાહુલ ગાંધી(rahul gandhi) કોંગ્રેસ અધ્યક્ષનું પદ છોડવા માટે અડગ છે અને તેમને મનાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે. આ વચ્ચે મંગળવારે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી(priyanka gandhi vadra), પાર્ટીના પ્રવક્તા રણદીપ સુરજેવાલા(Randeep Singh Surjewala) સાથે સચિન પાયલટ, અશોક ગેહલોત રાહુલ ગાંધીના ઘરે પહોંચ્યા. જેના કારણે ફરી અટકળોનું બજાર ગરમ થયું છે.

રાહુલ ઈરાદો બદલવા નથી તૈયાર
સૂત્રોના પ્રમાણે પાર્ટીઓના નેતાઓના આગ્રહ છતા પણ રાહુલ ગાંધી કોંગ્રેસ અધ્યક્ષનું પદ છોડવાના પોતાના ઈરાદાને બદલવા તૈયાર નથી. એવામાં કોંગ્રેસ નેતાઓ માટે વિકટ સ્થિતિનો સામનો કરવો સરળ નથી. પાર્ટી વર્તમાન હાલતમાં રાહુલ ગાંધીનો વિકલ્પ શોધવા તૈયાર નથી. એવામાં રાજ્યના પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષો પર પણ નૈતિક જવાબદારી લેવાનું દબાણ વધતું જાય છે. રાહુલ વધુ લોકોને મળી પણ નથી રહ્યા. પાર્ટીના આલા કમાનમાં શું ચાલી રહ્યું છે, એ વિશે કોઈ કાંઈ પણ બોલવા તૈયાર નથી. કાલે પણ પાર્ટીના નેતાઓ  તરફથી વરિષ્ઠ નેતા અહમદ પટેલ અને કેસી વેણુગોપાલે રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી.

મહત્વનું છે કે લોકસભા ચૂંટણીમાં મળેલી કારમી હાર બાદ કોંગ્રેસમાં રાજીનામાની વણજાર શરૂ થઈ ગઈ છે. રવિવારે શીલા દીક્ષિતે રાજીનામું આપ્યું તો સોમવારે પંજાબ અને ઝારખંડના પ્રદેશ અધ્યક્ષે રાજીનામું આપ્યું.

આ પણ વાંચોઃ મોદીના મંત્રીમંડળમાં અમિત શાહ અને સ્મૃતિ ઈરાનીને મળી શકે છે મહત્વનું પદ

આ વચ્ચે અભિનેતાથી નેતા બનેલા રજનીકાંતે ચેન્નઈમાં કહ્યું કે રાહુલ ગાંધીએ રાજીનામું ન આપવું જોઈએ તેમણે પોતાને સાબિત કરવા જોઈએ. લોકતંત્રમાં વિપક્ષે પણ મજબૂત હોવો જોઈએ.

Loksabha 2019 rahul gandhi