આયકર વિભાગની કામગીરીને લઈ રાહુલ ગાંધીએ નાણાપ્રધાન પર સવાલ ઉઠાવ્યા

06 August, 2019 01:17 PM IST  | 

આયકર વિભાગની કામગીરીને લઈ રાહુલ ગાંધીએ નાણાપ્રધાન પર સવાલ ઉઠાવ્યા

કૅફે કૉફી ડે (સીસીડી)ના ફાઉન્ડર વી. જી. સિદ્ધાર્થની આત્મહત્યા તેમ જ અમુક મોટા ઉદ્યોગપતિઓ તરફથી અર્થવ્યવસ્થાની સ્થિતિ પર અપાયેલાં નિવેદનો હેઠળ કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધીએ સોમવારે નાણાપ્રધાન નિર્મલા સીતારમણ પર નિશાન તાક્યું છે અને દાવો કર્યો છે કે આયકર વિભાગ સરકારી મહેસૂલમાં થયેલા ઘટાડાની ભરપાઈના ઉદ્દેશ સાથે લોકોની પાછળ પડ્યું છે.

તેમણે ટ્‌વીટ કરતાં કહ્યું છે કે નાણાપ્રધાને પોતાના બજેટ-ભાષણમાં કહ્યું હતું કે ‘હાથીએ ફક્ત બે પાઉન્ડ ચોખા લેવા જોઈએ. તેણે ધાનના આખા ખેતરને નષ્ટ ન કરવું જોઈએ. આની વચ્ચે આવકવેરા વિભાગના રૂપમાં હાથી ભારતની આવકમાં થતા ઘટાડાની ભરપાઈ કરવા માટે દારૂના નશામાં ચાલે છે.’

આ પણ વાંચો: ધોધમાં ડૂબેલી કચ્છી કૉલેજિયનનો મૃતદેહ ત્રીજા દિવસે હાથ લાગ્યો

પાછલા દિવસોમાં સુસાઇડ કરનારા વી. જી. સિદ્ધાર્થે કથિત રીતે સુસાઇડ-નોટ લખી હતી, જેમાં તેમણે આયકર વિભાગ તરફથી કથિત પજવણીનો ઉલ્લેખ કર્યો હતો. આ નોટની સત્તાવાર રીતે પુષ્ટિ કરવામાં આવી નથી. તો બીજી તરફ રાહુલ બજાજ અને કિરણ મજુમદાર જેવા ઘણા ઉદ્યોગપતિઓએ પણ અર્થવ્યવસ્થાની સ્થિતિ અને આયકર વિભાગને લઈને નિવેદન આપ્યાં છે.

rahul gandhi gujarati mid-day