કોલકાતા રેલી માટે રાહુલ ગાંધીએ મમતા બેનર્જીના સમર્થનમાં લખી ચિટ્ઠી

18 January, 2019 03:08 PM IST  | 

કોલકાતા રેલી માટે રાહુલ ગાંધીએ મમતા બેનર્જીના સમર્થનમાં લખી ચિટ્ઠી

રાહુલ ગાંધી મમતા બેનર્જીના સમર્થનમાં

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પશ્ચિમ બંગાળની સીએમ મમતા બેનર્જીની શનિવારે કોલકાતામાં થનાર રેલીના એક દિવસ અગાઉ શુક્રવારે સમર્થનમાં પત્ર લખ્યો છે. રાહુલ ગાંધીએ પત્રમાં લખ્યું છે કે આખુંય વિપક્ષ એકસાથે છે. હું રેલી માટે મમતાને સમર્થન આપુ છું.

પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જી લોકસભા ચૂંટણી 2019ને લઈને મેદાનમાં ઉતરી ચૂકી છે. તેની માટે મમતા હવે 19 જાન્યુઆરીએ મોટી રેલીનું આયોજન કરવા જઈ રહી છે જ્યાં ભાજપ વિરોધી બધી પાર્ટીઓને રેલીમાં આવવાનું આમંત્રણ આપવામાં આવ્યું છે.

રાહુલનો મમતાને પત્ર

કોંગ્રેસે દાવો કર્યો છે કે આઝાદી પછી આ વિપક્ષની સૌથી મોટી રેલી હશે. સમાજવાદી પાર્ટી, બહુજન સમાજ પાર્ટી, ડીએમકે, જનતા દળ યૂનાઈટેડ (સેક્યુલર), કોંગ્રેસ તેલુગુદેશમ્ પાર્ટીના સભ્યો રેલીમાં સામેલ થવાના સમાચાર છે. આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપને ટક્કર આપવા માટે મમતા બેનર્જી ભાજપ વિરોધી દળોને સાથે લઈ આવવાનું કામ કરે છે. 19 જાન્યુઆરીએ કોલકાતાના સૌથી મોટા મેદાન બ્રિગેડ પરેડ ગ્રાઉંડમાં પાર્ટીની મહારેલી થવાની છે.

આ રેલીમાં ભાજપ વિરોધી જૂથોને આમંત્રિત કરાયા છે. આ રેલીમાં વિપક્ષના નેતાઓમાં નેશનલ કોન્ફરન્સના ટોચના નેતા ફારૂક અબ્દુલ્લા, ડીએમ કે અધ્યક્ષ એમ કે સ્ટોલિન, દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) સુપ્રીમો શરદ પવાર, ઉત્તરપ્રદેશના પૂર્વ સીએમ અખિલેશ યાદવે સંમતિ આપી દીધી છે.

આ પણ વાંચો : મેં જે લોકોની બ્લેકમની રોકી તેઓ વેર વાળવા એક થઈ રહ્યા છે: મોદી

આ રેલીમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી તથા બહુજન સમાજ પાર્ટીની પ્રમુખ માયાવતી પોતે સામેલ ન થતાં પોતાના પ્રતિનિધિને મોકલશે. બસપામાંથી સતીશ ચંદ્ર મિશ્રા, કોંગ્રેસમાંથી મલ્લિકાર્જુન ખડગે સામેલ થશે. સાથે જ સીએમ મમતાની આ રેલીના માધ્યમે વિપક્ષી એકતાનું પ્રદર્શન કરવામાં આવશે.

congress bharatiya janata party mamata banerjee west bengal