રાહુલ ગાંધી ભારત જોડો યાત્રામાં પહેલી વખત જૅકેટમાં જોવા મળ્યા?

21 January, 2023 10:03 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

જમ્મુમાં ગઈ કાલે સવારથી ઝરમર વરસાદ વરસતો હતો

કથુઆમાં ગઈ કાલે કૉન્ગ્રેસની ભારત જોડો યાત્રા દરમ્યાન પદયાત્રીઓ સાથે કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધી. તસવીર: એ.એન.આઇ.

શ્રીનગરઃ કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધીના નેતૃત્વમાં ભારત જોડો યાત્રા ગુરુવારે પંજાબથી જમ્મુમાં પ્રવેશી હતી. આ યાત્રા દરમ્યાન રાહુલ ગાંધી ઉત્તર ભારતમાં અત્યંત ઠંડીમાં પણ સ્વેટર કે જૅકેટ વિના જોવા મળ્યા હતા. જેની ચર્ચા પણ થઈ હતી. જોકે હવે ગઈ કાલે પહેલી વખત તેઓ આ યાત્રા દરમ્યાન ‘જૅકેટ’માં જોવા મળ્યા હોવાની ખૂબ ચર્ચા થઈ હતી. જમ્મુમાં ગઈ કાલે સવારથી ઝરમર વરસાદ વરસતો હતો. બાદમાં તેમણે આ ‘જૅકેટ’ ઉતાર્યું હતું અને ફરી તેમની સિગ્નેચર વાઇટ ટી-શર્ટમાં તેઓ જોવા મળ્યા હતા. આ મુદ્દે ચર્ચા થતાં કૉન્ગ્રેસે સ્પષ્ટતા કરી હતી કે રાહુલ જૅકેટમાં નહીં પણ રેઇનકૉટમાં જોવા મળ્યા હતા.

national news india rahul gandhi bharat jodo yatra