મેં મનોહર પર્રિકર સાથે રાફેલ ડીલને લઇને કોઇ વાત નથી કરી : રાહુલ ગાંધી

08 February, 2019 01:04 PM IST  |  દિલ્હી

મેં મનોહર પર્રિકર સાથે રાફેલ ડીલને લઇને કોઇ વાત નથી કરી : રાહુલ ગાંધી

મનોહર પર્રિકર અને રાહુલ ગાંધી

રાહુલ ગાંધીએ આજે પ્રેસ કોંફરન્સ કરીને રાફેલ ડીલ પર વડાપ્રધાન મોદી પર હુમલો કરતા કહ્યું કે નરેન્દ્ર મોદીની રાફેલ ડીલમાં સીધી સંડોવણી છે. તેણે વધુમાં કહ્યું હતું કે અનિલ અંબાણીને 30 હજાર કરોડનો ફાયદો કરાવવા માટે નરેન્દ્ર મોદીએ HAL કંપનીને ના પાડી હતી. નરેન્દ્ર મોદી ફ્રાન્સ સાથે સીધી વાત કરતા હતા. પણ જ્યારે ત્યા હાજર પત્રકારોએ મનોહર પર્રિકર સાથે થયેલી મુલાકાતને લઇને પ્રશ્ન પુછતા રાહુલ ગાંધીએ સ્પષ્ટ જવાબ આપ્યો હતો કે મારી તેમની સાથે રાફેલ ડીલને લઇને કોઇ જ વાત થઇ ન હતી. તમને જણાવી દઇએ કે રાહુલ ગાંધીએ આ મુદ્રાને લઇને શું જવાબ આપ્યો.

મનોહર પર્રિકર સાથે મેં રફેલ ડીલ પર કોઇ ચર્ચા જ નથી કરી : રાહુલ

મનોહર પર્રિકર અંગેના સવાલના જવાબમાં રાહુલ ગાંધીએ કહ્યું કે,'પર્રિકરજી સાથેની મુલાકાત દરમિયાન રાફેલ ડીલ પર કોઈ ચર્ચા નહોતી થઈ. બાદમાં મેં તેમને પત્ર પણ લખ્યો હતો, જેમાં સ્પષ્ટતા કરાઈ હતી કે તેમણે રાફેલને લઈને કોઈ વાત નથી કરી' ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીએ ગત મહિને ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકર સાથે મુલાકાત કર્યા બાદ એવી વાતોને વેગ મળ્યું હતું કે રાહુલે રાફેલ ડીલ મુદ્દે મનોહર પર્રિકર સાથે ચર્ચા કરી છે. જેને લઇને મનોહર પર્રિકરે આ અંગે પાછળી સ્પષ્ટતા આપવી પડી હતી.

આ પણ વાંચોઃ રાફેલ ડીલઃ નિર્મલા સીતારમનની સ્પષ્ટતા, કહ્યું,'છાપાના સમાચાર જૂઠ્ઠા'

સરકાર ગમે તેની તપાસ કરાવે પણ રાફેલ પર જવાબ આપે : રાહુલ

તો રોબર્ટ વાડ્રા અંગેના સવાલ પર રાહુલ ગાંધીએ કહ્યું,'સરકાર જે તપાસ કરાવવા ઈચ્છે તે કરે. ચિદમ્બરમની તપાસ કરાવો કે વાડ્રાની પરંતુ રાફેલનો જવાબ આપો.'

rahul gandhi manohar parrikar