રાહુલ ગાંધીએ કહ્યું જિનપિંગથી ડરે છે PM મોદી, ભાજપે આપ્યો જવાબ

14 March, 2019 04:06 PM IST  | 

રાહુલ ગાંધીએ કહ્યું જિનપિંગથી ડરે છે PM મોદી, ભાજપે આપ્યો જવાબ

રવિશંકર પ્રસાદ અને રાહુલ ગાંધી

આંતરરાષ્ટ્રીય સ્તરે આતંકી મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર થતા ચીને ફરી એકવાર બચાવી લીધો છે. યુએનમાં મૂકાયેલા પ્રસ્તાવના વિરોધમાં ચીને વીટો પાવર વાપરીને પાકિસ્તાનની તરફેણ કરી છે. આ મામલે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સીધા જ વડાપ્રધાન મોદી પર ગંભીર આરોપ લગાવ્યો છે.

રાલુ ગાંધીએ ટ્વિટ કરીને વડાપ્રધાન મોદીને નબળાં કહ્યા છે. રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને લખ્યું કે,'નબળાં નરેન્દ્ર મોદી ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગથી ડરેલા છે અને ચીન વિરુદ્ધ તેમના મોઢામાંથી એક શબ્દ નહીં નીકળે' રાહુલ ગાંધીએ ટ્વિટમાં લખ્યું કે ચીન માટે નરેન્દ્ર મોદીની ત્રણ જ નીતિ છે, ગુજરાતમાં સાથે હિંચકા ખાવા, દિલ્હીમાં ગળે મળવું, ચીનમાં ઘૂંટણીયે પડી જવું. જુઓ રાહુલ ગાંધીનું ટ્વિટ

 

રાહુલ ગાંધીના ટ્વિટ બાદ ભાજપે પણ વળતો જવાબ આપ્યો છે. કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદે રાહુલ ગાંધી પર આક્ષેપ કરતા કહ્યું કે વિદેશનીતિ ટ્વિટરથી નથી ચાલતી. કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે રાહુલ ગાંધીને સવાલ કરતા કહ્યું કે રાહુલજી ભારતને જ્યારે પીડા થાય છે ત્યારે તમને ખુશી કેમ થાય છે? તમારા અને અમારા રાજકારણમાં અંતર હશે, વિરોધ હશે પરંતુ જ્યારે એક આતંકીને બચાવવામાં આવે ત્યારે પણ તમે આવી વાતો કરશો? સાથે જ રવિશંકર પ્રસાદે રાહુલ ગાંધી પર પાકિસ્તાની મીડિયામાં ચમકવાને કારણે ખુશ થવાનો પણ આરોપ લગાવ્યો.

આ પણ વાંચોઃ મોદીના ગઢમાં ગરજશે રાહુલ ગાંધી, ગુજરાતમાં કરશે 10 સભા

ઉલ્લેખનીય છે કે ચીને 10 વર્ષમાં આ ચોથી વાર ચીને મસૂદ અઝહર મુદ્દે પર વીટો પાવરનો ઉપયોગ કર્યો છે. અને પાકિસ્તાનની ઈજ્જત લૂંટાતા બચાવી લીધી છે.

rahul gandhi Election 2019