રાહુલ ગાંધીનો સરકાર પર નિશાનો,2 કરોડ નોકરીનો વાયદો અને,14 કરોડ બેરોજગાર

11 August, 2020 02:34 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

રાહુલ ગાંધીનો સરકાર પર નિશાનો,2 કરોડ નોકરીનો વાયદો અને,14 કરોડ બેરોજગાર

કૉંગ્રેસના પૂર્વાધ્યક્ષ રાહુલ ગાંધીએ ફરી એકવાર નરેન્દ્ર મોદી સરકાર પર નિશાનો સાધ્યો છે. છેલ્લા ઘણાં દિવસથી તે મોદી સરકાર પર પ્રહાર કરી રહ્યા છે. આજે રાહુલ ગાંધીએ ટ્વિટર પર એક વીડિયો શૅર કરી બેરોજગારી મામલે સરકાર પર નિશાનો સાધ્યો છે.

રાહુલ ગાંધીએ શૅર કર્યો વીડિયો
રાહુલ ગાંધીએ પોતાના ટ્વિટર અકાઉન્ટ પર એક વીડિયો શૅર કર્યો છે. જેમાં તેમણે લખ્યું છે કે, 'દેશના યુવાનોના મનની વાત. રોજગાર આપો મોદી સરકાર. તમે પણ યુવા કૉંગ્રેસના રોજગાર દો સાથે જોડાઇને, સરકારને ઉંઘમાંથી ઉઠાડો. આ દેશના ભવિષ્યનો પ્રશ્ન છે.'

રાહુલ ગાંધીએ વીડિયોમાં કહ્યું છે કે, "જ્યારે નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા ત્યારે તેમણે દેશના યુવાનોને વાયદો કર્યો હતો કે દર વર્ષે બે કરોડ યુવાનોને રોજગાર આપશે. ખૂબ જ મોટું સપનું બતાવ્યું અને હકીકત કંઇક એ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નીતિઓને કારણે 14 કરોડ લોકો બેરોજગાર થયા છે." તેમણે આગળ કહ્યું કે નોટબંધી, અયોગ્ય જીએસટી અને પછી લૉકડાઉન. આ કારણોસર ભારત હવે યુવાનોને રોજગાર આપવામાં સક્ષમ નથી.

રાહુલ ગાંધી અટેકિંગ મોડમાં
આ પહેલા શુક્રવારે પણ રાહુલ ગાંધીએ સરકાર પર નિશાન સાધ્યો હતો. રાહુલ ગાંધીએ રક્ષા મંત્રાલયના એક તાજેતરના દસ્તાવેજ દ્વારા પ્રશ્નો કર્યા કે વડાપ્રધાન આખરે ખોટું કેમ બોલી રહ્યા છે. જો કે, હવે તે દસ્તાવેજ રક્ષા મંત્રાલયની વેબસાઇટ પરથી હટાવી લેવામાં આવ્યું છે. ત્યાર બાદ રાહુલ ગાંધીએ સરકાર પર વ્યંગાત્મ કટાક્ષ કર્યો છે. રાહુલ ગાંધીના ટ્વીટ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે.

national news rahul gandhi indian politics narendra modi