PM મોદીને અગ્નિપથ યોજના પાછી ખેંચવી પડશે - રાહુલ ગાંધી

22 June, 2022 06:34 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મની લૉન્ડ્રિંગમાં તેમને પ્રવર્તન નિદેશાલયની પાંચ દિવસ સુધી ચાલેલી પૂછપરછ દરમિયાન એકતા લાવવા માટે કૉંગ્રેસના નેતાઓ તેમજ કાર્યકર્તાઓનો આભાર માનતા કહ્યું કે કૉંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓને ડરાવી કે ધમકાવી શકાય નહીં.

રાહુલ ગાંધી (ફાઈલ તસવીર)

કૉંગ્રેસના પૂર્વાધ્યક્ષ રાહુલ ગાંધીએ સેનામાં થોડા સમયની ભરતીની નવી `અગ્નિપથ` યોજના દેશ તેમજ સેના સાથે મોદી સરકારનો નવો દગો જાહેર કરતા બુધવારે દાવો કર્યો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ યોજના પાછી ખેંચવી પડશે. તેમણે `નેશનલ હેરલ્ડ` સમાચાર પત્ર સાથે જોડાયેલા કહેવાતા મની લૉન્ડ્રિંગમાં તેમને પ્રવર્તન નિદેશાલયની પાંચ દિવસ સુધી ચાલેલી પૂછપરછ દરમિયાન એકતા લાવવા માટે કૉંગ્રેસના નેતાઓ તેમજ કાર્યકર્તાઓનો આભાર માનતા કહ્યું કે કૉંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓને ડરાવી કે ધમકાવી શકાય નહીં.

રાહુલ ગાંધીએ કૉંગ્રેસ મુખ્યાલયમાં કૉંગ્રેસના વરિષ્ઠ નેતાઓ, સાંસદો તેમજ વિધેયકોને સંબોધિત કરતા એ પણ કહ્યું કે ઇડીની તેમની પૂછપરછ એક `નાનો કેસ` છે કારણકે આજે બેરોજગારી અને `અગ્નિપથ` યોજના સૌથી મહત્વના મુદ્દા છે.

તેમણે કહ્યું, "મારે કેસ નાનો છે. ખરેખર કહું તો આ જરૂરી પણ નથી. આજે સૌથી વધારે મહત્વની વાત રોજગારની છે. નાના અને મધ્યમ ઉદ્યોગ દેશની કરોડરજ્જૂ છે. નરેન્દ્ર મોદીજીએ આ કરોડરજ્જૂ તોડી દીધી છે. આ વાત હું મહિનાઓથી કહી રહ્યો છું."

રાહુલ ગાંધીએ દાવો કર્યો, "જે આપણા યુવાન સેનામાં ભરતી માટે રોજ સવારે દોડે છે તેમને હું કહી રહ્યો છું કે વડાપ્રધાને દેશની કરોડરજ્જૂ જ તોડી દીધી છે અને આ દેશ હવે રોજગાર નહીં આપી શકે." તેમણે એ આરોપ પણ મૂક્યો છે કે વડાપ્રધાન મોદીએ દેશને બે-ત્રણ ઉદ્યોગપતિઓના હવાલે કરી દીધું છે.

`અગ્નિપથ` યોજનાનો ઉલ્લેખ કરતા રાહુલ ગાંધીએ કહ્યું, "દેશભક્તિ અને સેનામાં જવાનો છેલ્લો રસ્તો હતો, તેને પણ આ લોકોએ બંધ કરી દીધું. વન રેન્ક, વન પેંશનની વાત કરતા હતા, હવે નો રેન્ક, નો પેંશન થઈ ગયું છે. તેમણે દાવો કર્યો છે કે આ યોજના હેઠળ ભરતી થનારા યુવાન જ્યારે ચાર વર્ષની સેવા પછી સેનામાંથી બહાર નીકળશે તો તેમને રોજગાર નહીં મળી શકે."

રાહુલ ગાંધીએ એ પણ દાવો કર્યો, "આજે ચીનની સેના હિંદુસ્તાનની ધરતી પર બેઠી છે. એક હજાર ચોરસ કિલોમીટરનું ક્ષેત્ર ચીનની સેનાએ આપણી પાસેથી છીનવી લીધું છે. એવામાં સેનાને મજબૂત કરવી જોઈએ, પણ સરકાર સેનાને નબળી પાડે છે. જ્યારે યુદ્ધ થશે ત્યારે આનું પરિણામ સામે આવશે... દેશનું નુકસાન થશે. આ લોકો પોતાને રાષ્ટ્રવાદી કહે છે."

તેમણે કહ્યું, "યુવાનોના ભવિષ્યનું રક્ષણ કરવું અમારી જવાબદારી છે. કૃષિ કાયદા વિશે મેં કહ્યું હતું કે મોદીજીએ ત્રણેય કાયદા પાછાં લેવા પડશે. કૉંગ્રેસ હવે કહી રહી છે કે મોદીજીને અગ્નિપથ યોજના પાછી લેવી પડશે. હિંદુસ્તાનનો દરેક યુવાન આ મુદ્દે અમારી સાથે ઊભો છે." કૉંગ્રેસ નેતાએ કહ્યું, "દરેક યુવાન જાણે છે કે સાચ્ચી દેશભક્તિ સેના મજબૂત કરવામાં હોય છે.... સરકારે દેશ અને સેના સાથે નવો દગો કર્યો છે. આ યોજના અમે રદ કરાવીશું."

national news rahul gandhi