નરેન્દ્ર મોદીનો એકમાત્ર વિકલ્પ રાહુલ ગાંધી છેઃ અશોક ગેહલોત

12 December, 2019 04:44 PM IST  |  Mumbai

નરેન્દ્ર મોદીનો એકમાત્ર વિકલ્પ રાહુલ ગાંધી છેઃ અશોક ગેહલોત

(પી.ટી.આઇ.) લોકસભાની છેલ્લી ચૂંટણીમાં કૉન્ગ્રેસનો ભારે ધબડકો થયા છતાં રાહુલ ગાંધીને વડા પ્રધાનપદના ઉમેદવાર ગણવામાં આવે છે. રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગેહલોતે ગઈ કાલે જણાવ્યું હતું કે ‘લોકસભાની ચૂંટણીમાં કૉન્ગ્રેસના ધબડકા છતાં રાહુલ ગાંધી રાષ્ટ્રીય સ્તરે મોખરે ઊપસી આવ્યા છે, કારણકે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના તેઓ એકમાત્ર વિકલ્પ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમ જ ગૃહપ્રધાન અમિત શાહને હિંમતપૂર્વક તથા નિર્ભયતાથી જવાબ આપવાની ક્ષમતા ફક્ત રાહુલ ગાંધીમાં છે.’

134 વર્ષ જૂના પક્ષ કૉન્ગ્રેસમાં વંશવાદનું રાજકારણ ચાલતું હોવાના આરોપને નકારતાં અશોક ગેહલોતે જણાવ્યું હતું કે ‘કૉન્ગ્રેસને એકજૂટ અને સધ્ધર રાખનાર એકમાત્ર પરિબળ ગાંધી પરિવાર છે. ૨૦૧૭ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં રાહુલ ગાંધીએ એટલી બધી મહેનત કરી હતી કે લોકોને બીજેપી હારી જવાની શક્યતા જણાતી હતી.’

national news narendra modi rahul gandhi