✕

રાહુલ ગાંધી: મોદીજીને કહો આરોપી-નંબર ૪ જ્ઞાનેશ કુમારને હટાવે, ૩૦ સેકન્ડમાં આંદોલન બંધ થઈ થશે

27 October, 2026 10:32 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

રાહુલ ગાંધીએ ઇન્સ્ટાગ્રામ પરની પોસ્ટમાં લખ્યું હતું કે ‘દિલ્હીના દરેક વેપારીઓ, અમે તમને પ્રેમ કરીએ છીએ,

રાહુલ ગાંધી

કૉન્ગ્રેસના સંસદસભ્ય રાહુલ ગાંધી પહેલી નવેમ્બરે દિલ્હીમાં રૅલી યોજવા પર અડગ છે, પણ દિલ્હીના વેપારીઓની અપીલના જવાબમાં તેમણે કહ્યું હતું કે ‘જો મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને હટાવવામાં આવે તો જ આંદોલનનો અંત આવી શકે છે.’ 
આ મુદ્દે રાહુલ ગાંધીએ ઇન્સ્ટાગ્રામ પરની પોસ્ટમાં લખ્યું હતું કે ‘દિલ્હીના દરેક વેપારીઓ, અમે તમને પ્રેમ કરીએ છીએ, અમે તમારી વાત સાંભળી રહ્યા છીએ. સરકારે મેટ્રો બંધ કરી દીધી, સરકારે રસ્તાઓ સીલ કરી દીધા અને રાજધાનીને તાળાબંધી કરી દેવામાં આવી. જ્યારે વોટચોરી થાય છે ત્યારે કંઈ પણ સુરક્ષિત નથી. તમારી દુકાન, તમારી બચત કે તમારાં બાળકોનું ભવિષ્ય સુરક્ષિત નથી. મોદીજીને કહો આરોપી-નંબર ૪ જ્ઞાનેશ કુમારને હટાવે, આંદોલન ૩૦ સેકન્ડમાં બંધ થઈ જશે.’  

વિપક્ષની રૅલીના જવાબમાં BJPની પદયાત્રા 

દિલ્હીમાં થનારી વિપક્ષની પહેલી નવેમ્બરની મેગા રૅલી સામે ભારતીય જનતા પાર્ટી (BJP)એ પણ દેશવ્યાપી પદયાત્રાની તૈયારી કરી છે. 

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આ ઝુંબેશ માટે બે કાર્યક્રમોમાં હાજરી આપશે. તેઓ બીજી નવેમ્બરે હૈદરાબાદમાં પદયાત્રામાં ભાગ લેશે. ત્યાર બાદ પાંચમી નવેમ્બરે હરિયાણાના કર્નાલમાં કૂચ કરશે. આમ BJP દિલ્હીમાં વિપક્ષની મેગા રૅલી પછી બીજા જ દિવસે હૈદરાબાદમાં પોતાનો કાર્યક્રમ યોજશે.

નવેમ્બરમાં આ પદયાત્રા અભિયાનમાં ઘણા અગ્રણી નેતાઓ ભાગ લેશે. આ પદયાત્રાઓ દ્વારા પાર્ટી સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) અને મતદારયાદીઓ વિશે વિપક્ષના આરોપોનો જવાબ આપશે. ગૃહપ્રધાન અમિત શાહ, ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ, સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહ અને કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણપ્રધાન જે. પી. નડ્ડા સહિત અનેક અગ્રણી નેતાઓ આ કાર્યક્રમોમાં ભાગ લેશે. મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ લખનઉમાં કૂચનું નેતૃત્વ કરશે. આસામના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સર્મા શિમલામાં કૂચનું નેતૃત્વ કરશે. રાજનાથ સિંહ, જે.પી. નડ્ડા અને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ પણ વિવિધ શહેરોમાં સમાન કાર્યક્રમોનું નેતૃત્વ કરશે.

સુપ્રીમ કોર્ટમાં ચૂંટણીપંચનો ખુલાસો ઃ મુખ્ય ચૂંટણી કમિશનર એકપક્ષીય નિર્ણય નથી લેતા

મતદારયાદી સુધારણા અને ફૉર્મ-૬માં ફેરફાર સહિતના તમામ નિર્ણયો પંચના ત્રણેય સભ્યોની સર્વસંમતિથી લેવાયા હોવાનું ઍફિડેવિટ રજૂ કરવામાં આવ્યું

દિલ્હીમાં થનારી વિપક્ષની પહેલી નવેમ્બરની મેગા રૅલી સામે ભારતીય જનતા પાર્ટી (BJP)એ પણ દેશવ્યાપી પદયાત્રાની તૈયારી કરી છે. 

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આ ઝુંબેશ માટે બે કાર્યક્રમોમાં હાજરી આપશે. તેઓ બીજી નવેમ્બરે હૈદરાબાદમાં પદયાત્રામાં ભાગ લેશે. ત્યાર બાદ પાંચમી નવેમ્બરે હરિયાણાના કર્નાલમાં કૂચ કરશે. આમ BJP દિલ્હીમાં વિપક્ષની મેગા રૅલી પછી બીજા જ દિવસે હૈદરાબાદમાં પોતાનો કાર્યક્રમ યોજશે. 

નવેમ્બરમાં આ પદયાત્રા અભિયાનમાં ઘણા અગ્રણી નેતાઓ ભાગ લેશે. આ પદયાત્રાઓ દ્વારા પાર્ટી સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) અને મતદારયાદીઓ વિશે વિપક્ષના આરોપોનો જવાબ આપશે. ગૃહપ્રધાન અમિત શાહ, ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ, સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહ અને કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણપ્રધાન જે. પી. નડ્ડા સહિત અનેક અગ્રણી નેતાઓ આ કાર્યક્રમોમાં ભાગ લેશે. મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ લખનઉમાં કૂચનું નેતૃત્વ કરશે. આસામના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સર્મા શિમલામાં કૂચનું નેતૃત્વ કરશે. રાજનાથ સિંહ, જે.પી. નડ્ડા અને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ પણ વિવિધ શહેરોમાં સમાન કાર્યક્રમોનું નેતૃત્વ કરશે.

national news india rahul gandhi congress political news election commission of india