24 April, 2026 11:05 AM IST | West Bengal | Gujarati Mid-day Correspondent
રાહુલ ગાંધી
ગઈ કાલે પશ્ચિમ બંગાળમાં પહેલા તબક્કાના મતદાનની સાથે જ રાજનીતિક માહોલ ગરમાઈ ગયો હતો. તૃણમૂલ કૉન્ગ્રેસની મમતા બૅનરજીની સરકારે કલકત્તામાં રાહુલ ગાંધીને ચૂંટણીપ્રચાર માટે રૅલી કાઢવાની પરવાનગી નહોતી આપી એને પગલે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ‘સ્થાનિક પ્રશાસન અને પોલીસ સંપૂર્ણપણે મમતા બૅનરજીના ઇશારે કામ કરે છે. બંગાળ મમતા બૅનરજી કે TMCની અંગત જાગીર નથી.’
કૉન્ગ્રેસના નેતાએ આ વખતે ખુલ્લંખુલ્લા મમતા બૅનરજીને આડેહાથ લેતાં એક વિડિયો-મેસેજમાં કહ્યું હતું કે ‘આજે BJPને બંગાળમાં મોકો મળ્યો છે એનું કારણ બંગાળમાં વધતું ધ્રુવીકરણ છે. જો રાજ્યમાં સાફસૂથરી સરકાર હોત તો પરિસ્થિતિ કંઈક જુદી હોત. સંવિધાનની રક્ષા માત્ર કૉન્ગ્રેસ જ કરી રહી છે. માત્ર બંગાળ જ નહીં, પૂરા દેશમાં ધ્રુવીકરણ (જાતતિગત ભેદભાવો) વધવા માટે BJP અને TMCની રાજનીતિ જવાબદાર છે.’