રાહુલ ગાંધીના મોદી સરકાર પર પ્રહાર, ચીને જમીન લીધી એ પણ 'Act of God'?

11 September, 2020 03:02 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

રાહુલ ગાંધીના મોદી સરકાર પર પ્રહાર, ચીને જમીન લીધી એ પણ 'Act of God'?

રાહુલ ગાંધી (ફાઇલ ફોટો)

ભારત અને ચીન વચ્ચે સીમા પર (India China Border Tension) તણાવ દરમિયાન કૉંગ્રેસના પૂર્વાધ્યક્ષ રાહુલ (Rahul Gandhi) ગાંધીએ ચીની ઘૂસણખોરી મુદ્દે કેન્દ્ર સરકાર પર ફરી એકવાર નિશાનો સાધ્યો છે. રાહુલ (Rahul Gandhi) ગાંધીએ શુક્રવારે સવારે પોતાના ટ્વીટમાં લખ્યું, "ચીને આપણી જમીન પર કબજો મેળવી લીધો. ભારત (Indian Government) સરકાર તેને ફરી પાછી મેળવવાની યોજના બનાવી રહી છે? કે પછી આને પણ એક 'દૈવીય (Act of God) ઘટના' કહીને છોડી દેવામાં આવે છે." રાહુલ ગાંધીએ આ પહેલા પણ ઘણીવાર ચીની ઘૂસણખોરી મુદ્દે કેન્દ્ર સરકાર પર પ્રશ્નો ઉઠાવ્યા છે.

જણાવવાનું કે કૉંગ્રેસના પૂર્વાધ્યક્ષ રાહુલ ગાંધી ચીન સિવાય કોરોના વાયરસ, રોજગાર, ખાનગીકરણ, પરીક્ષાઓ, જીડીપીમાં ઘટાડો, અર્થવ્યવસ્થા જેવા મુદ્દે સતત પ્રશ્નો ઊભા કરી રહ્યા છે. તો, કૉંગ્રેસ પાર્ટી માનસૂત્ર સત્રમાં પણ ચીની ઘૂસણખોરી મુદ્દાનો ઉઠાવવા માટે તૈયારીમાં છે.

કૉંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીની અધ્યક્ષતા હેઠળ તાજેતરમાં જ કૉંગ્રેસના સાંસદોની એક બેઠક થઈ. બેઠકમાં સંસદના આગામી સત્રમાં સરકારને ઘેરવાની રણનીતિ પર ચર્ચા કરવામાં આવી. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, મીટિંગમાં નક્કી કરવામાં આવ્યું કે ચીની ઘૂસણખોરી મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સીધેસીધું નિશાનો સાધવામાં આવે. બેઠકમાં હાજર રાહુલ ગાંધીએ કહ્યું કે સરકારે અત્યાર સુધી ભારતીય જમીન પર ચીની ઘૂસણખોરીની વાતનો સ્વીકાર કર્યો નથી. વડાપ્રધાને આ મામલે જવાબ આપવો પડશે.

rahul gandhi narendra modi national news china