ઈમેઈલની કોપી બતાવી રાહુલ ગાંધીએ PMને કર્યા પાંચ સવાલ

12 February, 2019 05:57 PM IST  | 

ઈમેઈલની કોપી બતાવી રાહુલ ગાંધીએ PMને કર્યા પાંચ સવાલ

રાહુલ ગાંધીના વડાપ્રધાન મોદીને સવાલ

રાફેલ ડીલને લઈને મોદી સરકાર પર રાહુલ ગાંધી સતત હુમલો કરી રહ્યા છે. રાહુલ ગાંધીએ પ્રેસ કૉન્ફ્રેન્સ કરીને કહ્યું કે રાફેલ ડીલમાં એક ઈમેઈલ સામે આવ્યો છે, જે અંતર્ગત વિદેશ સચિવ અને AHL પહેલા અનિલ અંબાણીને ડીલની માહિતી હતી તે સાબિત થાય છે.

રાહુલ કર્યા આ પાંચ સવાલ

1. રાહુલ ગાંધીએ કહ્યું કે રાફેલ ડીલના MOU સાઈન થવાના 10 દિવસ પહેલા અનિલ અંબાણીને કેમ ખબર પડી કે કોઈ ડીલ થઈ રહી છે. જ્યારે આ ડીલ વિશે નહોતી ડીફેંસ મિનિસ્ટરને ખબર, ન તો HALને કે ન તો વિદેશ મંત્રીને.

2. રાહુલ ગાંધીએ કહ્યું કે ફ્રાંસના રક્ષા મંત્રીની ઑફિસમાં અનિલ અંબાણી ગયા હતા. મીટિંગમાં અંબાણીએ કહ્યું હતું કે જ્યારે વડાપ્રધાન આવશે તો એક MOU સાઈન થશે. જેમાં અનિલ અંબાણીનું નામ આવશે.

3. રાહુલે કહ્યું કે વડાપ્રધાન મોદી અનિલ અંબાણીના વચેટિયા તરીકે કામ કરી રહ્યા હતા.

4. રાહુલ ગાંધીએ કહ્યું કે વડાપ્રધાને ગુપ્તતાના નિયમોનો ભંગ કર્યો છે. વડાપ્રધાને રાષ્ટ્રીય સુરક્ષા સાથે છેડછાડ કરી છે. વડાપ્રધાનની સામે આપરાધિક કાર્રવાઈ થવી જોઈએ.

5. રાહુલ ગાંધીએ સવાલ કર્યો કે મોદી રાફેલ મામલાને કેમ દબાવવા ઈચ્છે છે અને કોનાથી બચવા ઈચ્છે છે. એટલે જ રાફેલ મામલા પર જેપીસીથી બચી રહ્યા છે. રાહુલે કહ્યું કે CAGનો મતલબ ચોકીદાર ઑડિટર જનરલ રિપોર્ટ છે. અમારું કામ સરકાર પર દબાણ બનાવવાવનું છે અને કોંગ્રેસ પાર્ટી પોતાના પૂરા દમથી કામ કરી રહી છે.

આ પણ વાંચોઃ આખરે શું છે એ ઈમેઈલમાં, જેના આધારે રાહુલ ગાંધીએ PM પર કર્યા ગંભીર આરોપો !

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે પ્રેસ કૉન્ફ્રેન્સ કરી રાફેલ મામલે અનેક આરોપ લગાવવામાં આવ્યા. મેઈલની કૉપી લહેરાવતા રાહુલ ગાંધીએ કહ્યું કે આ મામલો માત્ર ભ્રષ્ટાચારનો જ નથી. પરંતુ ગુપ્તતના કાયદાનું પણ ઉલ્લંઘન છે. એવામાં કોઈ આ મામલાથી બચી નહીં શકે, જે લોકો આ મામલામાં સામેલ છે. તે તમામને જેલ જવું પડશે.

rahul gandhi narendra modi