રફાલ જેટ્સ ૨૦૨૨ સુધીમાં ઍરફોર્સમાં સામેલ થઈ જશે

20 June, 2021 09:10 AM IST  |  Hyderabad | Gujarati Mid-day Correspondent

કોરોના રોગચાળા સંબંધી કારણસર એકાદ-બે વિમાનોની ડિલિવરી સ‍હેજ મોડી પડી શકે અન્યથા એ ઇન્ડક્શન પ્લાન બરાબર પૂર્વયોજના અનુસાર પાર પડશે.

દુશ્મનો સાવધાન હૈદરાબાદ નજીકની ઍરફૉર્સ એકેડેમીમાં ગ્રેજ્યુએશન પરેડ દરમિયાન હવાઈ દળના ​સૂર્યકિરણ વિમાનોની ટીમે દિલધડક કરતબો દેખાડ્યાં હતાં. એ.એફ.પી.

ફ્રાન્સ પાસેથી ખરીદાયેલાં ૩૬ રફાલ વિમાનો ૨૦૨૨ના વર્ષ સુધીમાં હવાઈ દળમાં સામેલ કરવામાં આવશે એવું દેશના હવાઈ દળના વડા આરકેએસ ભદૌરિયાએ જણાવ્યું હતું. ગઈ કાલે હૈદરાબાદની ઍરફોર્સ ઍકૅડેમીમાં કમ્બાઇન્ડ ગ્રૅજ્યુએશન પરેડની સલામી ઝીલ્યા પછી પ્રસાર માધ્યમોના સંવાદદાતાઓ સાથે સંવાદ દરમ્યાન ભદૌરિયાએ રફાલ વિમાનો હવાઈ દળનાં લડાયક વિમાનોના કાફલામાં સામેલ કરવા વિશે માહિતી આપી હતી. મિગ-21 વિમાનો તબક્કાવાર રીતે કાફલામાંથી બહાર કાઢીને એની જગ્યાએ લાઇટ કૉમ્બેટ ઍરક્રાફટ્સ ઉપયોગમાં લેવામાં આવશે એવું આરકેએસ ભદૌરિયાએ જણાવ્યું હતું. 
સંવાદદાતાઓના ફ્રાન્સ પાસેથી ૩૬ રફાલ લડાયક વિમાનો પ્રાપ્ત કરવાની ટાઇમલાઇન સંબંધી સવાલના જવાબમાં ભદૌરિયાએ જણાવ્યું હતું કે ‘રફાલ ઇન્ડક્શન પ્લાનનું ટાર્ગેટ વર્ષ ૨૦૨૨ છે. એ ટાર્ગેટ પ્રમાણે કામગીરી આગળ ચાલી રહી છે. કોરોના રોગચાળા સંબંધી કારણસર એકાદ-બે વિમાનોની ડિલિવરી સ‍હેજ મોડી પડી શકે અન્યથા એ ઇન્ડક્શન પ્લાન બરાબર પૂર્વયોજના અનુસાર પાર પડશે.’ 
૨૦૧૬માં ભારતે ફ્રાન્સ સાથે ૫૯,૦૦૦ કરોડ રૂપિયાના ખર્ચે રફાલ લડાયક વિમાનો ખરીદવાના કરાર કર્યા હતા. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ૨૦૨૨ના એપ્રિલ મહિના સુધીમાં બધાં રફાલ વિમાનો હવાઈ દળમાં સામેલ કરવાનો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો છે.

national news