બીજેપીએ પોતાની સરકાર બનાવવા તમામ મર્યાદાઓને ઓળંગી દીધી: સોનિયા ગાંધી

14 June, 2019 12:35 PM IST  |  રાયબરેલી

બીજેપીએ પોતાની સરકાર બનાવવા તમામ મર્યાદાઓને ઓળંગી દીધી: સોનિયા ગાંધી

સોનિયા ગાંધી

યુપીએ ચૅરપર્સન સોનિયા ગાંધીએ પોતાના સંસદીય ક્ષેત્ર રાયબરેલીના કાર્યક્રમમાં નરેન્દ્ર મોદી અને બીજેપી પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે કેન્દ્રમાં સત્તા પર બની રહેવા અને મોદીને વડા પ્રધાન બનાવી રાખવા માટે સત્તાધારી પક્ષે (બીજેપી) મર્યાદાની તમામ હદ વટાવી હતી. મતદાતાઓને આકર્ષવા માટે તમામ પ્રકારના પ્રપંચોનો ઉપયોગ કર્યો હતો. બધા જ જાણે છે કે લોકસભા ચૂંટણીમાં જે કંઈ પણ થયું અે નૈતિક હતું કે અનૈતિક.

આ પહેલાં સોનિયા અને પ્રિયંકા ગાંધીએ પદાધિકારીઓની સાથે સમીક્ષા બેઠક પણ કરી હતી.

લોકસભા ચૂંટણી પછી રાયબરેલી પહોંચેલાં સોનિયાએ કહ્યું, ‘છેલ્લાં કેટલાંક વર્ષોમાં આપણી ચૂંટણી પ્રક્રિયામાં અનેક પ્રકારની શંકાઓ સામે આવે છે. એનાથી મોટું દુર્ભાગ્ય કોઈ ન હોઈ શકે કે સત્તા બચાવવા માટે તમામ મર્યાદા ઓળંગવામાં આવે.’

આ પણ વાંચો : કાર્યકરોને કારણે નહીં, પરંતુ મતદાતાઓના પ્રયાસથી જીત મળી: પ્રિયંકા

પ્રિયંકાએ કૉન્ગ્રેસની હાર માટે કાર્યકર્તાઓને જવાબદાર ગણાવ્યા. તેમણે કહ્યું કે હું એ કાર્યકર્તાઓની ભાળ મેળવીશ જેમણે પાર્ટી માટે ચૂંટણી દરમિયાન કોઈ કામ કર્યાં નથી.

sonia gandhi national news