સોશ્યલ ડિસ્ટન્સિંગ સાથે 5 જૂને જગન્નાથ મંદિરમાં પૂર્ણિમા ઉત્સવ ઊજવાશે

27 May, 2020 10:16 AM IST  |  Puri | Agencies

સોશ્યલ ડિસ્ટન્સિંગ સાથે 5 જૂને જગન્નાથ મંદિરમાં પૂર્ણિમા ઉત્સવ ઊજવાશે

જગન્નાથ મંદિર

એક તરફ દેશમાં કોરોના સંકટ ચાલી રહ્યું છે અને તમામ મંદિરો-ધાર્મિક સ્થાનો બંધ છે ત્યારે ઓડિશામાં પારંપારિક પુરીના જગન્નાથ મંદિરમાં દર વર્ષે નીકળતી ઐતિહાસિક રથયાત્રાને લઈને હાલ શંકાનાં વાદળો ચાલી રહ્યાં છે. છેલ્લા ૪૮ કલાકમાં કોરોનાના ૩૦ પૉઝિટિવ કેસ પુરી જિલ્લામાં નોંધાયા છે. ત્યાર બાદ ફરીથી જિલ્લામાં રથયાત્રાને લઈને અસમંજસની સ્થિતિ છે. જો કે આ બધા વચ્ચે રથનું નિર્માણકાર્ય ઝડપથી ચાલી રહ્યું છે. ૨૩ જૂને રથયાત્રા છે. તેના પહેલાં ૫ જૂને મંદિરમાં પૂર્ણિમા ઉત્સવ પણ ઊજવાશે, જેમાં ભગવાન જગન્નાથ, બળદેવ અને સુભદ્રાદેવીની મૂર્તિઓને સ્નાન કરાવવામાં આવે છે. તેના માટે અભિષેકમાં ૧૭૦ ગરબાડૂ સેવકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો છે. રિપોર્ટ નેગેટિવ આવશે તો જ તેમને પૂર્ણિમા સ્નાનમાં સામે થવાની મંજૂરી આપવામાં આવશે.

૫ જૂને પૂર્ણિમા ઉત્સવ યોજાશે. જેમાં પવિત્ર ત્રિમૂર્તિ (ભગવાન જગન્નાથ, બળદેવ અને સુભદ્રા)ને સુગંધિત જળથી અભિષેક-સ્નાન કરાવવામાં આવશે. આ ઉત્સવ રથયાત્રા સાથે જોડાયેલ છે અને તેને ખૂબ જ ધૂમધામથી ઊજવવામાં આવે છે. જો કે આ વર્ષે મંદિર પરિસરમાં ગણતરીના લોકોની હાજરીમાં આ ઉત્સવ ઊજવાશે. આ ઉત્સવમાં ૧૦૮ સુગંધિત પાણીના ઘડાથી ભગવાનનો અભિષેક કરાવવામાં આવશે. આ પર્વમાં જે સેવકો સામેલ હોય છે તેમને ગરબાડૂ કહેવામાં આવે છે. આ લોકો જ પૂર્ણિમા સ્નાનની પૂર્ણ વિધિનું સંચાલન કરે છે. મંદિર પ્રશાસક પીકે જેના પ્રમાણે મંદિર સમિતિએ નિર્ણય લીધો છે કે બધા જ ગરબાડૂ સેવકોનો કોરોના ટેસ્ટ-રિપોર્ટ કરાવવામાં આવશે.

national news coronavirus covid19 lockdown