પંજાબમાં એકલા હાથે ચૂંટણી લડશે 'આપ'

20 January, 2019 05:57 PM IST  | 

પંજાબમાં એકલા હાથે ચૂંટણી લડશે 'આપ'

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે અને આમ આદમી પાર્ટીએ લોકસભા ચૂંટણી માટે પંજાબમાં અભિયાનની શરૂઆત કરી છે. 'આપે' બરનાલામાં રેલી સાથે ચૂંટણી પ્રચાર અભિયાનની શરૂઆત કરી છે. આપે કહ્યું હતું કે, લાલચી લોકો પાર્ટી છોડીને જતા રહ્યા છે હવે પંજાબમાં આમ આદમી પાર્ટી મજબૂત થશે. આપ લોકસભા ચૂંટણીમાં કોઈ પાર્ટી સાથે તાલમેલ નહી કરે અને પંજાબની 13 લોકસભા સીટો પર એકલા ચૂંટણી લડશે. રેલીમાં ભગવંત માને કહ્યું હતું કે, લોકસભા ચૂંટણીમાં ચંદીગઢથી હરમોહન ધવન આપના ઉમ્મીદવાર હશે.

અરવિંદ કેજરીવાલે બરનાલાના અનાજપ્રધાનમાં આપ આદમી પાર્ટીની રેલીમાં ચૂંટણી અભિયાનની શરૂઆત કરી હતી. પાર્ટીમાં ટૂટ અને સુખપાલ સિંહ ખૈહરાએ આમ આદમી પાર્ટીથી અલગ થયા પછી પહેલી રેલીને સંબોધિત કરી હતી. રેલીમાં દિલ્હીના ઉપમુખ્યપ્રધાન અને આપના પંજાબ પ્રભારી મનીષ સિસોદિયા, સાંસદ ભગવંત માન સહિત પાર્ટીના અન્ય વરિષ્ઠ નેતા હાજર હતા.

પંજાબની બધી 13 લોકસભા સીટો પર એકલા ચૂંટણી લડશે

આ પહેલા સંગરૂરમાં પત્રકારોથી થયેલી વાતચીતમાં કેજરીવાલે કહ્યું હતું કે, 'આમ આદમી પાર્ટી પંજાબમાં આજ સુધી પૂરી રીતે મજબૂત છે. આગામી લોકસભા ચૂંટણી પંજાબમાં બધી જ 13 સીટો પર એકલા ચૂંટણી લડશે અને બધી જ સીટો પર ઉમેદવાર ઉતારશે.' કેજરીવાલના સંગરૂરના રેલવે સ્ટેશન પર બરનાલા રેલીમાં હાજરમાં રહેવા શતાબ્દી એક્સપ્રેસથી પહોંચ્યા હતાં. કેજરીવાલે કહ્યું હતું કે, 'દિલ્હીમાં જે રીતે આમ આદમી પાર્ટીએ સારા કામ કર્યા છે તે રીતે પંજાબની તસવીર બદલવા માટે આમ આદમી પ્રયાસ કરી રહી છે. દિલ્હીમાં વિકાસ મોડલને લઈને આમ આદમી પાર્ટી લોકસભા ચૂંટણી પંજાબમાં લડશે.

અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે, પંજાબની જનતા પહેલા શિરોમણિ અકાળી દળ-ભાજપના ગઠબંધનથી દુઃખી હતી. કોંગ્રેસ સરકાર પણ કોઈ વચન નિભાવી શકી નથી. લોકોને ખોટા વચન આપીને કોંગ્રેસે સત્તા મેળવી હતી અને હવે પંજાબની જનતાને દગો આપી રહી છે.'