Video:ઘરના ઘાતકી! પરિવારમાં 9 સભ્ય પણ મત મળ્યા માત્ર 5....

23 May, 2019 07:43 PM IST  |  પંજાબ

Video:ઘરના ઘાતકી! પરિવારમાં 9 સભ્ય પણ મત મળ્યા માત્ર 5....

ઘરના થયા ઘાતકી

ચૂંટણીનું પરિણામ જાહેર થઇ રહ્યું છે અને ટૂંક સમયમાં પૂરા આંકડા પણ આવી જશે. અને થોડાંક જ સમયમાં બધું જ શાંત થઇ જશે, અને થોડાંક સમય પહેલા જ રાહુલ ગાંધીએ સૌનો આભાર પણ માન્યો. પણ તેનું કારણ તો તે પોતે જ જાણે... પરંતુ પંજાબમાં એક એવી ઘટના સામે આવી છે, જે આપણા માટે આશ્ચર્યજનક છે, પરંતુ જેના પર ઘટના બની છે, તેના પર ચોંકાવનારી છે. જી હાં, ઘટના જ કંઈક એવી છે કે આ ભાઈને ખરેખર રડવું કે હસવું તે સમજાતું નથી.

દેશમાં ક્યાંક નેતાઓ હાર્યા, તો ક્યાંક જીત્યા. કોઈની લીડ વધી તો કોઈની ઘટી. સંખ્યાબંધ લોકો પોતાના શોખ માટે તો કોઈક વ્યક્તિઓ ખરેખર સિસ્ટમ બદલવા માટે ચૂંટણી લડ્યા હશે. પંજાબમાં પણ આવા જ એવ વ્યક્તિ ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતા. આ ભાઈ જલંધરથી અપક્ષ તરીકે ચૂંટણી લડી રહ્યા હતા. ધ્યેય તો તેમનો સમાજને બદલી નાખવાનો હશે, પરંતુ પરિણામ પછી હવે તેઓ પરિવાર બદલવાનું વિચારતા હોય તો નવાઈ નહીં !! અરે મજાક નથી. પરિણામ જ કંઈક એવું આવ્યું છે કે તમે પણ આવું જ કહેશો.

આ પણ વાંચો : Lok Sabha Election 2019: દિલ્હી ભાજપ કાર્યાલયમાં PM મોદીનું ભવ્ય સ્વાગત

જલંધરથી ચૂંટણી લડી રહેલા આ ભાઈને માત્ર 5 જ વોટ મળ્યા છે. આ વાત ચોંકાવનારી નથી. અપક્ષ તરીકે ચૂંટણી લડી રહેલા સામાન્ય વ્યક્તિએ કદાચ બહુ વોટ ધાર્યા પણ નહીં હોય. પરંતુ ચોંકાવનારી વાત એ છે કે આ ભાઈના પોતાના પરિવારમાં 9 સભ્યો છે. એટલે કે તેમના જ પરિવારના ચાર સભ્યોએ તેમને દગો આપ્યો છે. પરિવારના જ ચાર સભ્યોએ તેમને વોટ ન આપ્યો. એટલે જ એક ન્યૂઝ ચેનલ સાથે વાતચીત કરવા દરમિયાન આ ઉમેદવાર રડી પડ્યા.

Election 2019