પુણેના પરાક્રમીનો એક મિનિટમાં ૨૬ ચાલુ ફૅન અટકાવી દેવાનો રેકૉર્ડ

30 July, 2012 05:56 AM IST  | 

પુણેના પરાક્રમીનો એક મિનિટમાં ૨૬ ચાલુ ફૅન અટકાવી દેવાનો રેકૉર્ડ

મયૂરે માત્ર એક જ મિનિટમાં બે-પાંચ નહીં, પૂરા ૨૬ ચાલુ પંખાને હાથથી અટકાવી દીધા હતા. ૩૦ વર્ષના મયૂરનું આ સાહસ વલ્ર્ડ રેકૉર્ડ છે. જોકે આ સાહસ માટે તેણે દિવસો સુધી મહેનત અને પ્રૅક્ટિસ કરી હતી. અગાઉ તેણે એક મિનિટમાં ૧૨ પંખા બંધ કરવાનો રેકૉર્ડ બનાવ્યો હતો.

 

મયૂર ધીમે-ધીમે આ સંખ્યા વધારવા માગે છે તથા પોતાનો જ રેકૉર્ડ તોડવા માગે છે. તેણે આ સાહસ કર્યું ત્યારે જજિઝની પૅનલમાં એશિયા બુક ઑફ રેકૉર્ડ્સના વિશ્વદીપ રૉય, ઇન્ડિયા બુક ઑફ રેકૉડ્સર્‍ના વિવેક રાજા તથા લિમકા બુક ઑફ રેર્કોડ્સના વી. આર. મૂર્તિ સામેલ હતા. મયૂરે આ રેકૉર્ડ સર્જીને પુણેવાસીઓને ગર્વનું વધુ એક કારણ આપ્યું છે. હૉલમાં ઉપસ્થિત લોકોએ તાળીઓના ગડગડાટથી મયૂરના સાહસને બિરદાવ્યું હતું. મયૂરનું કહેવું છે કે આ સાહસ માટે ઘણીબધી ધીરજ તથા એકાગ્રતા કેળવવી જરૂરી છે. મયૂર કિક બૉક્સિંગ ચૅમ્પિયન છે. આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ તેણે દેશનું પ્રતિનિધિત્વ કર્યું છે.