કોવિશિલ્ડની રસીની રવાનગી ઐતિહાસિક ક્ષણ : પૂનાવાલા

13 January, 2021 07:21 AM IST  |  Pune | Agency

કોવિશિલ્ડની રસીની રવાનગી ઐતિહાસિક ક્ષણ : પૂનાવાલા

રસી લઈને ટ્રકો દેશભરમાં રવાના થઈ એ પહેલાં સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાના ચીફ અદર પુનાવાલા.

સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા (એસઆઇઆઇ)ના સીઈઓ અદર પૂનાવાલાએ ૧૬ જાન્યુઆરીએ રાષ્ટ્રીય રસીકરણ અભિયાન માટે કોવિશિલ્ડની રસીની રવાનગીની ઘટનાને ‘ગૌરવપૂર્ણ અને ઐતિહાસિક’ ક્ષણ ગણાવી હતી.

મંગળવારે સવારે રસીનો પ્રથમ જથ્થો પુણેની એસઆઇઆઇ સુવિધામાંથી દેશનાં વિવિધ સ્થળોએ પરિવહન માટે રવાના કરવામાં આવ્યો હતો.

એસઆઇઆઇ સુવિધા ખાતે પસંદગીયુક્ત મીડિયા-કર્મચારીઓ સાથે વાત કરતાં પૂનાવાલાએ જણાવ્યું હતું કે ‘રસીને સામાન્ય જનતા સુધી પહોંચાડવી એ વાસ્તવિક પડકાર છે. અમારી ટ્રકો વહેલી સવારે એસઆઇઆઇ સુવિધામાંથી રવાના થઈ હતી અને હવે રસી સમગ્ર દેશમાં વિતરિત થઈ રહી છે. આ એક ઐતિહાસિક અને ગર્વ લેવા જેવી ક્ષણ છે, કારણ કે વિજ્ઞાનીઓ, નિષ્ણાતો તથા અન્ય તમામ હિતધારકોએ એક વર્ષ કરતાં ઓછા સમયમાં રસી બનાવવામાં અથાગ મહેનત કરી હતી.’

pune national news coronavirus covid19