પુલવામા હુમલાના 4 દિવસ પછી સેનાએ માસ્ટરમાઇન્ડ ગાઝીને કર્યો ઠાર

18 February, 2019 04:00 PM IST  |  પુલવામા

પુલવામા હુમલાના 4 દિવસ પછી સેનાએ માસ્ટરમાઇન્ડ ગાઝીને કર્યો ઠાર

મોડી રાતથી ચાલુ હતી અથડામણ

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સોમવારે જૈશ-એ-મોહમ્મદના બે આતંકીઓ ઠાર મરાયા. સેનાના સૂત્રોએ જણાવ્યું કે પુલવામામાં 14 ફેબ્રુઆરીના રોજ થયેલા આતંકી હુમલાનો માસ્ટરમાઇન્ડ કામરાન રાશિદ ગાઝી અને સ્થાનિક જૈશ આતંકી બિલાલ અહમદ નાઇક ઉર્ફ રાશિદ ભાઈ એન્કાઉન્ટરમાં માર્યા ગયા. આ પહેલા એન્કાઉન્ટરમાં સેનાના એક મેજર સહિત ચાર જવાનો શહીદ થઈ ગયા. એક સામાન્ય નાગરિકના માર્યા જવાના પણ સમાચાર છે. આ એન્કાઉન્ટર પછી સ્થાનિક લોકોએ સુરક્ષાદળો પર પથ્થરમારો પણ કર્યો. 

મોડી રાતથી એન્કાઉન્ટર ચાલુ

ઉલ્લેખનીય છે કે પિંગલાન વિસ્તારમાં મોડી રાતથી સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલુ છે. જણાવવામાં આવી રહ્યું છે કે 2-3 આતંકીઓના છુપાયા હોવાની સૂચના મળ્યા પછી સુરક્ષાદળોએ આ વિસ્તારની ઘેરાબંધી કરી હતી. મોડી રાત્રે 55RR, CRPF અને SOGના જવાનોએ આખા વિસ્તારને ઘેરીને ઓપરેશનને અંજામ આપ્યો છે. એવી પણ સૂચના સામે આવી છે કે જે ઘરમાં આતંકીઓ છુપાયા હતા તેને સેનાએ ધમાકાથી ઉડાવી દીધું છે. શહીદ થયેલા સેનાના 4 લોકોમાં મેજર વીએસ ડોંડિયાલ, હવાલદાર શિવરામ, સિપાહી અજયકુમાર અને સિપાહી હરિસિંહ સામેલ છે. 

pulwama district terror attack national news