પાકિસ્તાનને બીજો ઝટકો, ભારતે બધી પ્રોડક્ટ પર 200 ટકા કસ્ટમ ડ્યુટી વધારી

17 February, 2019 09:38 AM IST  | 

પાકિસ્તાનને બીજો ઝટકો, ભારતે બધી પ્રોડક્ટ પર 200 ટકા કસ્ટમ ડ્યુટી વધારી

કેન્દ્રીય નાણા પ્રધાન અરૂણ જેટલી

પુલવામામાં થયેલા આતંકવાદી હુમલા બાદ કેન્દ્ર સરકારે આંતરરાષ્ટ્રીય સ્તરે પાકિસ્તાનને એકલું પાડવાનો નિર્ણય લીધો છે. આ માટે કેન્દ્ર સરકાર રણનીતિ પણ બનાવી રહી છે. પુલવામા હુમલા બાદ કેન્દ્ર સરકારે પાકિસ્તાનનો મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો પરત લીધો હતો. હવે ભારતે પાકિસ્તાનને બીજો ઝટકો આપ્યો છે.

ભારતે તાત્કાલિક અસરથી પાકિસ્તાનને વેચતા બધા ઉત્પાદો પર 200 ટકા કસ્ટમ ડ્યૂટી વધારી દીધી છે. MFNનું સ્ટેટસ છીનાવાયા બાદ દેશમાંથી પાકિસ્તાનને એક્સપોર્ટ કરાતી બધી જ પ્રોડક્ટ પર કસ્ટમ ડ્યુટી 200 ટકા વધારી દેવાઈ છે.

 

કસ્ટમ ડ્યુટી વધવાથી પાકિસ્તાનના વેપારને અને અર્થતંત્રને અસર પડશે. પાકિસ્તાની વેપારીઓએ હવે ભારતમાંથી પ્રોડક્ટ્સ આયાત કરવા માટે વધુ રકમ ચૂકવવી પડશે. જેને કારણે તેમનો નફો ઘટશે.

આ પણ વાંચોઃ પુલવામા હુમલા બાદ પાકિસ્તાની મીડિયાની શરમજનક હરકત

ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે પાકિસ્તાનને જુદા જુદા મોરચે ઘેરવા તૈયારી શરૂ કરી દીધી છે. જેનો આ બીજો પ્રહાર છે. આ પહેલા ભારતે મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો પણ પાછો લઈ લીધો છે.

national news arun jaitley pakistan terror attack