PUBG ફરી ભારતમાં લોન્ચ થશે?

08 October, 2020 09:28 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

PUBG ફરી ભારતમાં લોન્ચ થશે?

પબજી

ભારત-ચીન વચ્ચે ટેન્શન યથાવત્ રહેતા ભારત સરકારે 118 એપ્પ ઉપર પ્રતિબંધ મૂકીને ડ્રેગનને ઠંડું પાડી દીધું હતું. આ 118 એપ્પમાં યુવાઓમાં સૌથી વધુ રમાતી PUBGનો પણ સમાવેશ હતો.

પબજીના ભારતમાં 3.3 કરોડ એક્ટિવ પ્લેયર્સ હતા. આ ગેમમાં દૈનિક 1.3 કરોડ લોકો જોડાતા હતા. ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલયે કહ્યું હતું કે, દેશની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ઈન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટના સેક્શન 69એ અંતર્ગત આ એપ્સ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવી રહ્યો છે. ભારતીય સાયબરસ્પેસમાં સલામતિ રાખવા માટે આ નિર્ણય લેવો પડ્યો છે. આ પગલાથી કરોડો ભારતીય મોબાઈલ અને ઈન્ટરનેટ યુઝર્સને સુરક્ષા મળશે.

પબજી બેન થતા આ ગેમના ચાહકો ઉપર ઘણા મિમ્સ બન્યા હતા. ભારતમાં યુવાઓમાં એક મોટો વર્ગ છે જે આ ગેમ ઉપરથી પ્રતિબંધ ઉઠે એવી અપેક્ષા રાખતુ હતું. જોકે આ ચાહકો માટે હવે સારા સમાચાર આવ્યા છે.

ભારતમાં પરત આવવા માટે પબજી મોબાઈલ ભારતી એરટેલ સાથે વાતચીત કરી રહી છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું. પબજી મોબાઈલની પેરેન્ટ કંપની પબજી કોર્પોરેશન ભારતીય બજારમાં ડિસ્ટ્રીબ્યુશન રાઈટ્સ માટે વાતચીત કરી રહી છે.

રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, પબજી ભારતમાં કેંડિડેટ્સના ઈન્ટરવ્યુ પણ કરી રહી છે અને 4થી 6 વર્ષના અનુભવ ધરાવતા વર્કર્સની શોધમાં છે. જો કે, પબજી અને એરટેલ બંને તરફથી તેના ઉપર કોઈ ઓફિશીયલ સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું નથી. જો કે, સ્પષ્ટ નથી કે પબજી મોબાઈલ ભારતમાં ગૂગલ પ્લે સ્ટોર કે પછી એપલ સ્ટોર ઉપર ફરી પરત ક્યારે આવે. તેના માટે ગેમર્સને લાંબા સમય સુધી રાહ જોવી પડી શકે છે.

national news airtel