ઉશ્કેરણીજનક ટ્વીટ કરનાર ઝુબેર નોબેલ પીસ પ્રાઇઝ માટે ઉમેદવાર

06 October, 2022 10:48 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ફૅક્ટ-ચેકર પ્રતીક સિંહા અને મોહમ્મદ ઝુબેર આ વર્ષના નોબેલ પીસ પ્રાઇઝના દાવેદારોમાં સામેલ છે.

પ્રતીકાત્મક તસવીર

નવી દિલ્હીઃ ફૅક્ટ-ચેકર પ્રતીક સિંહા અને મોહમ્મદ ઝુબેર આ વર્ષના નોબેલ પીસ પ્રાઇઝના દાવેદારોમાં સામેલ છે. ‘ટાઇમ’ મૅગેઝિન અનુસાર ફૅક્ટ-ચેકિંગ સાઇટ અલ્ટન્યુઝના આ કો-ફાઉન્ડર્સ નૉમિનેશન્સ આધારિત પ્રાઇઝ જીતવાના દાવેદારોમાં સામેલ છે. ઝુબેરની ૨૦૧૮ના એક ટ્વીટ બદલ આ વર્ષે જૂનમાં ધરપકડ કરવામાં આવી હતી. એફઆઇઆર અનુસાર આ ટ્વીટ અત્યંત ઉશ્કેરણીજનક અને ધિક્કારની લાગણી જગાવનારું હતું. દિલ્હી પોલીસે તેના પર ધર્મના આધારે જુદા-જુદા સમુદાયોની વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવાનો અને ધાર્મિક લાગણીઓને ઇરાદાપૂર્વક ઠેસ પહોંચાડવાનો આરોપ મૂક્યો હતો. સુપ્રીમ કોર્ટે જામીન મંજૂર કરતાં એક મહિના બાદ ઝુબેર તિહાર જેલમાંથી મુક્ત થયો હતો.

national news