પ્રોસ્ટિટ્યુશનને લીગલ બનાવવાની રાષ્ટ્રીય મહિલા પંચની દરખાસ્ત

31 October, 2014 05:56 AM IST  | 

પ્રોસ્ટિટ્યુશનને લીગલ બનાવવાની રાષ્ટ્રીય મહિલા પંચની દરખાસ્ત



સેક્સ-વર્કર્સના પુનર્વસન બાબતે જાહેર હિતની એક અરજી દાખલ કરવામાં આવી એ પછી ૨૦૧૦માં સુપ્રીમ ર્કોટે ઉપરોક્ત સમિતિની રચના કરી હતી. આ સમિતિની બેઠકમાં સામેલ થવાનો આદેશ અદાલતે રાષ્ટ્રીય મહિલા પંચને ૨૦૧૧ની ૨૪ ઑગસ્ટે આપ્યો હતો.

જોકે સેક્સ-વર્કર્સના અધિકારો માટે કામ કરતા કર્મશીલોએ રાષ્ટ્રીય મહિલા પંચની ઉપરોક્ત દરખાસ્ત સામે નારાજગી વ્યક્ત કરી હતી. સેન્ટર ફૉર સોશ્યલ રિસર્ચનાં ડિરેક્ટર રંજનાકુમારીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ‘પ્રોસ્ટિટ્યુશનને લીગલ બનાવવાની દરખાસ્ત આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠનની સન્માનજનક કાર્યની વ્યાખ્યાની વિરુદ્ધ છે, કારણ કે શ્રમ સંગઠન પ્રોસ્ટિટ્યુશનને દેહનો વેપાર ગણે છે. દેહના વ્યાપારને ગુનો ગણવાને બદલે આપણે સેક્સ-વર્કર્સનું શોષણ કરતા લોકોના હાથમાં તાકાત આપી રહ્યા છીએ.’