Prophet Remarks Row: બંગાળ વિધાનસભામાં નૂપુર શર્મા વિરુદ્ધ નિંદા પ્રસ્તાવ

20 June, 2022 03:25 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

નૂપુર શર્મા વિરુદ્ધ અનેક રાજ્યોમાં કેસ નોંધવામાં આવ્યા છે. તેને કોલકાતા પોલીસ સામે આજે રજૂ થવાનું હતું. પણ તેમણે ચાર અઠવાડિયાનો સમય માગ્યો છે. ભીવંડી પોલીસ પાસે પણ નૂપુરે આવો જ સમય માગ્યો છે.

નૂપુર શર્મા (ફાઈલ તસવીર)

નૂપુર શર્મા વિરુદ્ધ અનેક રાજ્યોમાં કેસ નોંધવામાં આવ્યા છે. તેને કોલકાતા પોલીસ સામે આજે રજૂ થવાનું હતું. પણ તેમણે ચાર અઠવાડિયાનો સમય માગ્યો છે. ભીવંડી પોલીસ પાસે પણ નૂપુરે આવો જ સમય માગ્યો છે.

પૈગંબર મોહમ્મદને લઈને વાંધાજનક વાત કરવાને લઈને પશ્ચિમ બંગાળ વિધાનસભામાં આજે પૂર્વ ભાજપ નેતા નૂપુર શર્મા વિરુદ્ધ નિંદા પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો. નૂપુર શર્માના કહેવાતા નિવેદનને લઈને દેશમાં વિવાદ ઊભો થયો છે.

પૈગંબરના અપમાનને લઈને દેશના અનેક શહેરોમાં હિંસક પ્રદર્શન થયા હતા. પૂર્વ ભાજપ પ્રવક્તા નૂપુર શર્મા વિરુદ્ધ મહારાષ્ટ્ર તેમજ બંગાળ સહિત કેટલાક રાજ્યોમાં કેસ નોંધવામાં આવ્યા છે. મહારાષ્ટ્રની ભીવંડી પોલીસે પણ તેમને સમન પાઠવ્યા હતા. આ અંગે રજૂ થવા માટે પૂર્વ ભાજપ નેતાએ ચાર અઠવાડિયાનો સમય માગ્યો છે. તેને કોલકાતા પોલીસની સામે આજે રજૂ થવાનું હતું. પણ તેમણે ચાર અઠવાડિયાનો સમય માગ્યો છે.

અત્યાર સુધી ધરપકડ કેમ નથી: બેનર્જી
પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે આ મામલે જ્યારે રાજ્યમાં હિંસા થઈ તો અમે કાર્યવાહી કરી, પણ આ મહિલાની (નૂપુર શર્મા) હજી સુધી ધરપકડ કેમ નથી થઈ? મને ખબર છે કે તેની ધરપકડ નહીં કરવામાં આવે. આ પહેલા મમતા બેનર્જીએ નૂપુરની ટિપ્પણીને નફરત ફેલાવનારી જાહેર કરી હતી. તેમણે કહ્યું કે આ પ્રકારની ટિપ્પણીઓથી ફક્ત હિંસા જ નહીં પણ સામાજિક વિભાજન પણ થાય છે. મમતાએ ભાજપના આરોપી નેતાઓની તરત ધરપકડની માગ કરી હતી. તો, નૂપુરે કોલકાતા પોલીસ પાસે આજે ચાર અઠવાડિયાનો સમય માગ્યો છે. તેણે આજે પોલીસ સામે રજૂ થવાનું હતું.

ભાજપ વિધેયકોએ કર્યું વૉકઆઉટ
બંગાળ વિધાનસભાએ જ્યારે પ્રસ્તાવ પસાર કર્યો ત્યારે ભાજપ વિધેયકોએ સદનમાંથી વૉકઆઉટ કરી લીધું. આ નિંદા પ્રસ્તાવ વિપક્ષ નેતા સુવેંદુ અધિકારી અને મુખ્ય સચેતક મનોજ તિગ્ગા સહિત ભાજપના સાત વિધેયકોના સસ્પેન્શનને ખતમ કરવાના ચાર દિવસમાં આવ્યું છે.

મમતાનો આરોપ, અગ્નિપત દ્વારા પોતાની સેના બનાવવા માગે છે ભાજપ
સીએમ બેનર્જીએ અગ્નિપથ યોજનાને લઈને કેન્દ્ર સરકારની ટીકા કરતા આરોપ મૂક્યો છે કે ભાજપ નવી રક્ષણ ભરતી યોજનાના માધ્યમે પોતાનું સશસ્ત્ર કેજપ બનાવવાનો પ્રયત્ન કરી રહી છે. મમતા બેનર્જીએ આ યોજનાને સશસ્ત્ર દળોનું અપમાન જણાવ્યું. તેમણે આશ્ચર્ય વ્યક્ત કરતા પ્રશ્ન કર્યો કે શું ભાજપ પોતાની ઑફિસ માટે અગ્નિવીર સૈનિકો તૈનાત કરવા માગે છે.

national news kolkata mamata banerjee