પ્રૉપર્ટી વેચનાર ડાઉન પેમેન્ટ જપ્ત કરી શકે છે : સુપ્રીમ કોર્ટ

26 October, 2012 05:32 AM IST  | 

પ્રૉપર્ટી વેચનાર ડાઉન પેમેન્ટ જપ્ત કરી શકે છે : સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટના જજ કે. એસ. રાધાક્રિષ્નન અને દીપક મિશ્રાની બનેલી બેન્ચે ચુકાદામાં કહ્યું હતું કે વેચાણ-કરારને વળગી રહેવાની ખાતરીના ભાગરૂપે બાનાની રકમ આપવામાં આવે છે, એથી જો સ્થાવર સંપત્તિ ખરીદવામાં ગ્રાહક નિષ્ફળ નીવડે તો પ્રૉપર્ટી વેચનાર આ રકમ જપ્ત કરી શકે છે.

સુપ્રીમ કોર્ટે અગાઉ દિલ્હી હાઈ કોર્ટે આપેલો ચુકાદો ફેરવી તોળતાં આ આદેશ આપ્યો હતો. દિલ્હી હાઈ કોર્ટે ચુકાદામાં કહ્યું હતું કે પ્રૉપર્ટી વેચનાર બાનાની રકમમાંથી થોડી રકમ જપ્ત કરી શકે છે, સમગ્ર રકમ નહીં. જોકે સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું હતું કે પ્રૉપર્ટી વેચનાર સંપૂર્ણ રકમ પણ જપ્ત કરી શકે છે. પ્રસ્તુત કેસમાં હાઈ કોર્ટે ૬૩ લાખ રૂપિયાની કિંમતની પ્રૉપર્ટી નહીં ખરીદી શકવા બદલ બાનાની સાત લાખ રૂપિયાની રકમમાંથી માત્ર ૫૦,૦૦૦ રૂપિયા જપ્ત કરવાનો નર્દિશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે આ પ્રકારના કેસમાં અગાઉ અપાયેલા ચુકાદાને હાઈ કોર્ટ સારી રીતે સમજી શકી નથી.