પ્રયાગરાજના નાવિકોની પોલીસની સતામણી સામેની લડતમાં પ્રિયંકા ગાંધીનો ટેકો

22 February, 2021 11:39 AM IST  |  Uttar Pradesh | Agencies

પ્રયાગરાજના નાવિકોની પોલીસની સતામણી સામેની લડતમાં પ્રિયંકા ગાંધીનો ટેકો

પ્રયાગરાજમાં પોલીસ દ્વારા સતામણી કરાયેલા નાવિકોના પરિવાર સાથે પ્રિયંકા ગાંધી. તસવીર : પી.ટી.આઇ.

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે ગંગા નદીમાં હોડીઓ-નૌકાઓ ચલાવતા નાવિકોને પોલીસની સતામણી સામેની લડતમાં કૉન્ગ્રેસનાં મહા સચિવ પ્રિયંકા ગાંધીએ સમર્થન આપ્યું છે. પ્રિયંકા ગાંધીએ તાજેતરમાં મૌની અમાવસ્યા નિમિત્તે પ્રયાગરાજમાં ત્રિવેણી સંગમ ખાતે પવિત્ર સ્નાન કર્યું હતું. એ વખતે નાવિક સુજિત નિષાદની હોડીમાં પ્રવાસ દરમ્યાન સુજિતે પ્રિયંકા ગાંધીને સ્થાનિક નાવિકો પર પોલીસ દ્વારા કરાતા અત્યાચારોની માહિતી આપી હતી. પોલીસ તથા અન્ય વહીવટીતંત્રોના અધિકારીઓએ ઓબીસી સમુદાયના નિષાદ સમુદાયની નૌકાઓ તોડી નાખી હોવાનું સુજિતે જણાવ્યું હતું. પોલીસના અત્યાચારો સામે લડતમાં સમર્થનની સુજિત નિષાદની વિનંતી પ્રિયંકા ગાંધીએ સ્વીકારી હતી.

priyanka gandhi national news uttar pradesh