પ્રિયંકા ગાંધી 28 ડિસેમ્બરે લખનઉની મુલાકાત લેશે

27 December, 2019 04:37 PM IST  |  New Delhi

પ્રિયંકા ગાંધી 28 ડિસેમ્બરે લખનઉની મુલાકાત લેશે

પ્રિયંકા ચોપરા

(જી.એન.એસ.) નાગરિકતા સંશોધન કાયદાને લઈને દેશભરમાં વિરોધ-પ્રદર્શનો થઈ રહ્યાં છે ત્યારે ઉત્તર પ્રદેશ સહિત અનેક જગ્યાએ હિંસક ઘટનાઓ પણ જોવા મળી. પ્રદર્શનકારીઓ પર યુપી પોલીસની કાર્યવાહીને લઈને કૉન્ગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ચિંતા વ્યક્ત કરી હતી અને આ મુદ્દે તેઓએ યોગી સરકાર પર નિશાન પણ સાધ્યું હતું. હવે પ્રિયંકા ગાંધી ૨૮ ડિસેમ્બરે લખનઉની મુલાકાતે જશે.

આ દરમિયાન તેઓ કૉન્ગ્રેસના સ્થાપના દિવસના કાર્યક્રમમાં ભાગ લેશે અને માનવામાં આવે છે કે તેઓ પ્રદર્શન દરમિયાન ઘાયલ થયેલા પીડિતોની મુલાકાત પણ લઈ શકે છે. સીએએના વિરોધમાં ૧૯ ડિસેમ્બરે લખનઉમાં પણ વિરોધ-પ્રદર્શનો થયાં હતાં જે હિંસક બનતાં પોલીસે લાઠીચાર્જ અને ટીયર ગૅસના સેલ પણ છોડ્યા હતા. તો પોલીસને ફાયરિંગ કરવાની પણ ફરજ પડી હતી જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. આ પહેલાં પ્રિયંકા ગાંધીએ ૨૨ ડિસેમ્બરે બિજનૌરમાં હિંસામાં માર્યા ગયેલા લોકોના પરિવાર સાથે પણ મુલાકાત કરી હતી. પ્રિયંકાએ મૃતકના પરિવાર સાથે મુલાકાત કરી દરેક સંભવિત મદદનું આશ્વાસન આપ્યું હતું.

national news priyanka gandhi