પ્રિયંકા ગાંધીએ રાહુલના સપોર્ટરને પોલીસથી છોડાવીને કારમાં બેસાડ્યો

21 June, 2022 08:35 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

તેના કૂરતા પર આગળ અને પાછળના ભાગે રાહુલ ગાંધીનો ચહેરો પ્રિન્ટ હતો

ગઈ કાલે રાહુલ ગાંધીના સપોર્ટરને પોતાની કારમાં બેસાડતાં પ્રિયંકા ગાંધી

કૉન્ગ્રેસનાં મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ ગઈ કાલે નવી દિલ્હીમાં તેના ભાઈ રાહુલ ગાંધીના એક સપોર્ટરને પોલીસથી છોડાવીને પોતાની કારમાં બેસાડ્યો હતો. આ સપોર્ટર રાહુલના સપોર્ટમાં વિરોધ કરવા માટે ઈડી (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ)ના પ્રિમાઇસિસમાં ઘૂસ્યો હતો. તેના કૂરતા પર આગળ અને પાછળના ભાગે રાહુલ ગાંધીનો ચહેરો પ્રિન્ટ હતો. પ્રિયંકા ગાંધી જ્યારે ઈડીની ઑફિસના પ્રિમાઇસિસમાંથી જઈ રહ્યાં હતાં ત્યારે તેમણે જોયું કે કૉન્ગ્રેસના આ વર્કરને પકડીને પોલીસ લઈ જઈ રહી છે. પ્રિયંકાએ કારને ઊભી રાખીને તે વર્કરને કારમાં બેસવા કહ્યું હતું. પોલીસે પણ તેને જવા દીધો હતો. એ પછી પ્રિયંકા તેને લઈને જંતરમંતર ગઈ હતી કે જ્યાં કૉન્ગ્રેસના નેતાઓએ ‘સત્યાગ્રહ’ કર્યો હતો.  

રાહુલની ફરી લાંબી પૂછપરછ થઈ

કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધી નૅશનલ હેરાલ્ડ મની લૉન્ડરિંગ કેસમાં પૂછપરછના ચોથા દિવસે ગઈ કાલે ઈડી સમક્ષ હાજર થયા હતા. તેઓ તેમના બાવનમા જન્મદિવસના એક દિવસ બાદ સવારે ૧૧.૦૫ વાગ્યે મધ્ય દિલ્હીમાં એપીજે અબ્દુલ કલામ રોડ પર સ્થિત ઈડીના મુખ્યાલયમાં આવી પહોંચ્યા હતા. 

national news congress priyanka gandhi rahul gandhi