મન કી બાત: જવાનોની શહાદતને આખો દેશ યાદ રાખશે

28 June, 2020 12:48 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

મન કી બાત: જવાનોની શહાદતને આખો દેશ યાદ રાખશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી

માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે 'મન કી બાત' કાર્યક્રમ દ્વારા દેશનું સંબોધન કર્યું હતું. કોરોના વાયરસ, અમ્ફાન, નિસર્ગ અને  પૂર્વ લદાખમાં ચીનની સાથે ચાલી રહેલા તણાવ વિશે વડાપ્રધાને વાત કરી હતી. આ વખતે મન કી બાત કાર્યક્રમ માટે 14 જૂને ટ્વિટ કરીને જનતા પાસે સૂચનો માંગ્યા હતા.

મન કી બાતમાં વડાપ્રધાને કહ્યું હતું કે, ભારતે સંકટને સફળતાની સીડીઓમાં ફેરવ્યા છે. મહામારી પર લોકો ખૂબ વાતો કરી રહ્યા છે કે આ વર્ષ ક્યારે પુરૂં થશે? થોડા દિવસ પહેલા દેશના પૂર્વ વિસ્તારમાં વાવાઝોડું અમ્ફાન આવ્યું, તદ પશ્ચિમ છેડે સાઇક્લોન નિસર્ગ આવ્યું. અનેક રાજ્યોમાં આપણા ખેડૂતો ટીડના હુમલાથી પરેશાન છે. આ ઉપરાંત દેશના અનેક હિસ્સામાં નાના-મોટા ભૂકંપ રોકાવાનું નામ નથી લઈ રહ્યા .શું આ બધી આપદાઓના કારણે 2020ને ખરાબ માની લેવું જોઈએ?. એક વર્ષમાં એક મુશ્કેલી આવે કે હજાર એનાથી એ વર્ષ ખરાબ ન થઈ જાય.

વધુમાં વડાપ્રધાને કહ્યું હતું કે, લદ્દાખમાં ભારતની ભૂમિ પર આંખ ઉઠાવીને જોવા વાળાઓને જડબાતોડ જવાબ આપ્યો છે. લદ્દાખમાં જે 20 જવાન શહીદ થયા છે તેમને આખો દેશ નમન કરે છે. આ સાથીઓના પરિવારજનોની જેમ દરેક ભારતીય તેમને ગુમાવવાનું દુઃખ અનુભવી રહ્યા છે. આપણા તમામ પ્રયાસ એ દિશામાં હોવા જોઈએ જેનાથી સરહદોની રક્ષા માટે દેશની તાકાત વધે, દેશ વધુ સક્ષમ બને, દેશ આત્મનિર્ભર બને- આજ આપણા શહીદોને સાચી શ્રદ્ધાંજલિ પણ હશે.

માનનીય વડાપ્રધાને એમ પણ કહ્યું હતું કે, ભારતે જે પ્રકારે મુશ્કેલ સમયમાં દુનિયાની મદદ કરી, તેને આજે શાંતિ અને વિકાસમાં ભારતની ભૂમિકાને વધારે મજબૂત કરી છે. દુનિયાએ ભારતની વિશ્વ બંધુત્વની ભાવનાને પણ અનુભવી છે. આપણી સંપ્રભુતા અને સીમાઓની રક્ષા કરવા માટે ભારતની શક્તિને પણ જોઈ. આ જ વર્ષે દેશ નવા લક્ષ્ય પ્રાપ્ત કરશે, નવી ઊંચાઈ પર જશે, મને પુરે પુરો વિશ્વાસ છે, 130 કરોડ દેશવાસીઓની શક્તિ પર મને વિશ્વાસ છે, આપ સૌની પર. આ જ દેશની મહાન પરંપરા છે.

કોરોના વાયરસ (COVID-19) વિશે વડાપ્રધાને કહ્યું હતું કે, લૉકડાઉન કરતા અનલૉકમાં સતર્ક રહેવાની જરૂર છે. ત્યારે જ કોરોનાથી પોતાની જાતને અને પરિવારને બચાવી શકાશે.

national news narendra modi mann ki baat