લાલ કૃષ્ણ અડવાણીને વડાપ્રધાને ઘરે જઈને 93માં જન્મદિવસની શુભેચ્છા આપી

08 November, 2020 01:30 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

લાલ કૃષ્ણ અડવાણીને વડાપ્રધાને ઘરે જઈને 93માં જન્મદિવસની શુભેચ્છા આપી

તસવીર સૌજન્ય: એએનઆઈ

ભાજપના વરિષ્ઠ નેતા લાલ કૃષ્ણ અડવાણી (Lal Krishna Advani)નો આજે એટલે કે, આઠ નવેમ્બરના જન્મસિવસ છે. આજે તેઓ 93 વર્ષના થઈ ગયા. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) જન્મદિવસની શુભેચ્છા આપવા તેમના ઘરે પહોંચ્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઘરે જઈને લાલ કૃષ્ણ અડવાણીને વિશેષ શુભેચ્છા આપી હતી. મોદીએ અડવાણીના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લીધા. લોનમાં બેસીને વાતચીત કરી. અડવાણીની દીકરી પ્રતિભા કેક લઈને આવ્યા હતા. મોદીએ અડવાણીના હાથ પકડીને કેક કપાવી અને બન્નેએ એકબીજાને ખવડાવી. મોદી સાથે ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) અને ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડા (J P Nadda) પણ હતા.

નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને પણ લાલ કૃષ્ણ અડવાણીને જન્મદિવસની શુભેચ્છા આપી હતી. તેમણે કહ્યું હતું કે, ભાજપને જન-જન સુધી પહોંચાડવાની સાથે દેશના વિકાસમાં મહત્વની ભૂમિકા નિભાવનાર શ્રી લાલકૃષ્ણ અડવાણી જીને જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ. તેઓ પાર્ટીના કરોડો કાર્યકર્તાઓ સાથે જ દેશવાસીઓના પ્રત્યક્ષ પ્રેરણાસ્ત્રોત છે. હું તેમના લાંબા આયુષ્ય અને સ્વસ્થ જીવનની પ્રાર્થના કરું છું.

અડવાણી 2002થી 2004 વચ્ચે અટલ બિહારી વાજપેયીની સરકારમાં 7માં ઉપવડાપ્રધાન રહ્યાં હતા. આ પહેલા 1998થી 2004 વચ્ચે NDA સરકારમાં ગૃહમંત્રી રહ્યાં હતા. તે ભાજપના ફાઉન્ડર મેમ્બર્સમાં સામેલ છે. 2015માં તેમને પદ્મ વિભૂષણ મળ્યો હતો.

અડવાણીનો જન્મ પાકિસ્તાનના કરાચીમાં 8 નવેમ્બરે, 1927ના રોજ એક હિન્દુ-સિંધી પરિવારમાં થયો હતો. પ્રાઈમરી એજ્યુકેશન કરાચીના સેન્ટ પૈટ્રિક હાઈ સ્કુલમાં કર્યું હતું. ત્યારપછી તેમણે હૈદરાબાદ(સિંધ)ના ડીજી નેશનલ સ્કૂલમાં એડમિશન લીધું. ભાગલા વખતે તેમનો પરિવાર પાકિસ્તાન છોડીને મુંબઈ આવી ગયો હતો. અહીંયા તેમણે લો કોલેજ ઓફ ધ બોમ્બે યુનિવર્સિટીમાં કાયદાનો અભ્યાસ કર્યો.

national news happy birthday narendra modi l k advani