વડાપ્રધાન આજે રાત્રે આઠ વાગે દેશને સંબોધશે

24 March, 2020 07:01 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

વડાપ્રધાન આજે રાત્રે આઠ વાગે દેશને સંબોધશે

ફાઈલ તસવીર

કોરોના વાયરસ (COVID-19)ની અસર દિવસેને દિવસે વધતી જ જાય છે. ભારતમાં અત્યાર સુધી કોરોનાના 492 કેસ નોંધાયા છે અને આંકડો વધતો જ જાય છે. કોરોના વાયરસના વધતા પ્રકોપને ધ્યાનમાં રાખીને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટર પર ધોષણા કરી છે કે તેઓ આજે રાત્રે એટલે કે 24 માર્ચે દેશને સંબોધશે. વાયરસને લગતી કેટલીક મહત્વપુર્ણ બાબતોની તેઓ ચર્ચા કરશે, તેમ તેમણે ટ્વીટામં જણાવ્યું છે.

આ પહેલા વડાપ્રધાને કોરોના વાયરસના સંબંધે ગત શુક્રવારે એટલે કે 20 માર્ચે જનતાનું સંબોધન કર્યું હતું. ત્યારે તેમણે 22 તારીખના જનતા કર્ફ્યુંનું એલાન કર્યું હતું અને સાંજે પાંચ વાગે જનતાના સેવકોને બિરાદવવાની વિનંતી પણ કરી હતી. હવે આજે સાંજે વડાપ્રધાન કઈ નવી જાહેરાત કરશે તેની દેશ આતુરતાથી રાહ જોઈ રહ્યો છે.

coronavirus covid19 national news narendra modi