PM મોદીએ કેદારનાથના કર્યા દર્શન, કંઈક આવા અંદાજમાં દેખાયા

25 February, 2020 01:12 PM IST  |  કેદારનાથ

PM મોદીએ કેદારનાથના કર્યા દર્શન, કંઈક આવા અંદાજમાં દેખાયા

કેદારનાથમાં પીએમ મોદી

પીએમ મોદી કેદારનાથ અને બદ્રીનાથની મુલાકતે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે કેદારનથ અને 19મી મેના રોજ એટલે કે રવિવારે બદ્રીનાથના પ્રવાસે છે. લોકસભાની ચૂંટણીનો મેરેથોન પ્રચાર કર્યા બાદ પીએમ મોદીએ શનિવારે બાબા કેદારનાથના દર્શન કરીને આશીર્વાદ લીધા હતા. પીએમ મોદીએ બાબા કેદારનાથની પૂજા અર્ચના કરી. સાથે જ અહીંના વિકાસ કાર્યોના પ્રોજેક્ટની સમીક્ષા પણ કરી.

 પીએમ મોદી કેદારનાથમાં બનેલી ગુફાઓમાં ધ્યાન પણ કરશે. તેઓ કેદારનાથમાં જ રાત્રિ રોકાણ કરવાના છે. પીએમ મોદીની આ પ્રવાસ માટે સ્થાનિક તંત્ર, પોલીસ અને એસપીજી દ્વારા બધી તૈયારીઓ કરી દેવામાં આવી છે. વડાપ્રધાન બન્યા પછી પહેલીવાર પીએમ મોદી કેદારનાખમાં રાત્રિ વિશ્રામ કરશે. તેથી અહીં સુરક્ષા વ્યવસ્થા જડબે સલાક કરી દેવામાં આવી છે. મોદી ગયા વર્ષે નવેમ્બરમાં પણ કેદારનાથ આવ્યા હતા. આ દરમિયાન તેમણે અહીં જવાનો સાથે દિવાળી ઉજવી હતી.

આ પણ વાંચોઃ મોદી નેતા નહીં, અભિનેતા બચ્ચનને પીએમ બનાવ્યા હોત તો સારું થાત :પ્રિયંકા

તો પીએમ મોદીની સુરક્ષા માટે પણ ચોક્કસ વ્યવસ્થા ગોઠવી દેવાઈ છે. ઉત્તરાખંડના ડીજીપી અશોક કુમારે મોદીની બે દિવસની યાત્રાની દરમિયાન સુરક્ષામાં તૈનાત પોલીસ કર્મચારીઓને ડ્યૂટી દરમિયાન મોબાઈલ ફોનનો ઉપયોગ ન કરવાનો આદેશ આપ્યો છે. તેમણે કહ્યું છે કે, જવાન જાણ કર્યા વગર ડ્યૂટી સ્થળ નહીં છોડે.

kedarnath narendra modi national news