જાણો, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘મન કી બાત’ માં શું કહ્યું...

24 November, 2019 02:37 PM IST  |  New Delhi

જાણો, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘મન કી બાત’ માં શું કહ્યું...

મન કી બાત (File Photo)

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે સવારે 11 વાગે મન કી બાતકાર્યક્રમ કર્યો હતો. પોતાના આ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીએ દેશવાસીઓને અનેક મુદ્રાઓ પર વાતો કહી. જેમાં અયોધ્યાનો મુદ્રો, NCC અને ફિટનેસનને લઇને વાતો કહી. તો NCC માં પોતાની સાથે જોડાયેલી યાદોને તાજા કરી હતી.

મન કી બાતમાં મોદીએ અયોધ્યા કેસનો પણ ઉલ્લેખ કર્યો
તમને જણાવી દઇએ કે વડાપ્રધાને ગત મન કી બાતમાં અયોધ્યા કેસનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે ચૂકાદા અગાઉ લોકોએ શાંતિપૂર્ણ રીતે રહેવા સલાહ આપી હતી. મોદીએ કહ્યું હતું કે અયોધ્યા કેસ પર 2010માં તણાવ ઉભો કરવા પ્રયત્ન કરવામાં આવ્યો હતો, પરંતુ અલ્હાબાદ હાઈકોર્ટનો ચૂકાદો આવ્યા બાદ દેશનો મૂડ બદલાઈ ગયા છે. સ્થિતિ સામાન્ય કરવામાં રાજકીય પક્ષો, સામાજીક સંગઠનોએ મહત્વની ભૂમિકા ભજવી છે. અયોધ્યા મુદ્દે 9 નવેમ્બરે સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવ્યો, ત્યારે 130 કરોડ ભારતવાસીઓએ સાબિત કર્યુ કે તેમની માટે દેશહિતથી વધારે કંઈ પણ નથી.



PM મોદીએ NCC દિવસ પર નેશલ કેડેટ કોર (NCC)ને શુભેચ્છા પાઠવી.તેમણે NCC સાથે જોડાયેલી પોતાની યાદો રજૂ કરી. જાણો, વડાપ્રધાન મોદીએ શું કહ્યું.

1) સામાન્ય રીતે યુવા પેઢીને ફ્રેન્ડશીપ દિવસ ચોક્કસપણે યાદ રહેતો હોય છે, પરંતુ ખૂબ ઓછા લોકોને NCC Day યાદ રહે છે. હું NCCના તમામ જૂના અને હાલના કેડેટને NCC દિવસની ખૂબ-ખૂબ શુભેચ્છા પાઠવું છુ.

2) નસીબદાર છુ કે, બાળપણમાં મારા ગામની શાળામાં એનસીસી કેડેટ રહ્યો. જેથી મને શિસ્ત અને નિયમોની ખબર છે. તેના કારણે આત્મવિશ્વાસ પણ વધે છે, આ તમામ વસ્તુઓ મને બાળપણમાં NCC કેડેટ તરીકેના અનુભવમાં શીખવા મળી.

3) ફીટ ઈન્ડિયા સપ્તાહમાં વિદ્યાર્થીઓ સાથે તેમના માતા-પિતા અને શિક્ષકો પણ ભાગ લઈ શકે છે.


4) 7 ડિસેમ્બરે આર્મ્ડ ફોર્સ ફ્લેગ દિવસ ઉજવાય છે. આ દિવસે આપણે આપણા સૈનિકોને, તેમના શૌર્યને અને બલિદાનને યાદ કરીએ છે, ઉપરાંત યોગદાન પણ આપીએ છે.

5) ભારતમાં #FITINDIAMOVEMENTથી તમે બધા વાકેફ હશો. CBSEએ આ પ્રશંસનીય પહેલ કરી છે.

6) હું તમામ શાળાઓને આહ્વાન કરૂ છુ કે ફીટ ઈન્ડિયા રેન્કિંગમાં સામેલ થાય અને ફીટ ઈન્ડિયા ઈન્ડિયા સહજ સ્વભાવ બને.

national news narendra modi mann ki baat