આજના સ્ટાર્ટઅપ બનશે કાલના ઉદ્યમી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી

02 January, 2021 01:26 PM IST  |  Odisha | Gujarati Mid-day Online Correspondent

આજના સ્ટાર્ટઅપ બનશે કાલના ઉદ્યમી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી

તસવીર સૌજન્ય: એએનઆઈ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)એ આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ઓડિશાના સંબલપુરમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (IIM)ના કાયમી કેમ્પસનો શિલાન્યાસ કર્યો હતો. આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે, ભારત માટે શ્રેષ્ઠ સમયગાળો આવ્યો છે. આજના સ્ટાર્ટઅપ જ આવતીકાલના ઉદ્યમી બનશે.

નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, IIMનું નવું કેમ્પસ ઓડિશાને નવી ઓળખ આપશે. પાછલા દાયકાઓમાં દેશમાં ટ્રેન્ડ જોવા મળ્યો છે. બહારથી મલ્ટીનેશનલ કંપનીઓ મોટી સંખ્યામાં આવી અને આગળ વધી. આ સદીમાં નવા મલ્ટીનેશનલનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આજે ટિયર-2, ટિયર -3 શહેરોમાં સ્ટાર્ટઅપ્સ બની રહ્યા છે. આજના સ્ટાર્ટઅપ, આવતીકાલના મલ્ટીનેશનલ છે. આ માટે નવા મેનેજરોની જરૂર છે. આજે ખેતીથી માંડીને દરેક ક્ષેત્રે સુધારા કરવામાં આવી રહ્યા છે. બ્રાન્ડ ઈન્ડિયાને વૈશ્વિક ઓળખ બનાવવાની જવાબદારી આપણા બધાની, ખાસ કરીને યુવાનોની છે.

IIM વિષે વાત કરતા તેમણે કહ્યું હતું કે, IIMનું નવું કેમ્પસ ઓડિશાને નવી ઓળખ આપશે. જે લોકો સંબલપુર બાબતે વધુ જાણતા નથી, IIM બન્યા બાદ આ એજ્યુકેશનનું હબ બની જશે. સૌથી અગત્યની બાબત એ રહેશે કે આ આખો વિસ્તાર વ્યવહારુ લેબ જેવો હશે. 2014 સુધી અમારી પાસે 13 IIM હતા, આજે 20 છે. હવે દુનિયામાં તકો છે, તો પડકારો પણ નવા છે. ડિજિટલ કનેક્ટિવિટી 21મી સદીના વ્યવસાયમાં પરિવર્તન લાવવાની છે. ભારતે પણ આ માટે સુધારા કર્યા છે. અમારો પ્રયાસ સમયની સાથે આગળ વધવાનો નથી, પરંતુ એનાથી પણ આગળ વધવાનો છે.

national news odisha narendra modi